વીર વચનો ને વરનારા, એ તો ભાવે તપ ધરનારા…. (2)
ઓ જિનશાસન શણગારા, તારા સત્વના જય જય કારા…
તપસ્વી પ્યારા…. તપસ્વી મારા….
શાસન સિતારા….. તપસ્વી મારા….
તમે શાંત રસના દરિયા, તમે સમતા રસના ભરીયા,
તપ ત્યાગે મન મોડી, કરે આતમમાં અજવાળા….(2)
પ્રભુ વીરના રાજે, શાસનમાં ગાજે…. (2)
બહુમુલા તપ કરનારા…
તપસ્વી પ્યારા….. તપસ્વી મારા….
શાસન સિતારા…. તપસ્વી મારા….
Also Read : તું પ્રભુ મારો, હું પ્રભુ તારો
દેવ ગુરુ ધર્મ પસાયે, તપના બાંધ્યા તોરણીયા,
શીલ સંયમના સથવારે, તપના સુંદર પારણીયા… (2)
જે આતમ હંસે, કર્મોને જીતે…. (2)
ઇતિહાસે અંકિત ન્યારા….
તપસ્વી પ્યારા… તપસ્વી મારા….
શાસન સિતારા… તપસ્વી મારા….
દાદા – જિત – શાંતિ સમુદાયે, જે તપસ્વી પહેલા બનતા,
જિન શાસનમાં દુર્લભ જે, ગુણ રત્ન સંવત્સર તપતા…. (2)
સૂરિરાજ છે શમણે, શેખરજી વરસે,
રાજ પરિવારે, પરમ રત્નને, શાંત રસે ઝીલનારા….
તપસ્વી પ્યારા… તપસ્વી મારા…
શાસન સિતારા…. તપસ્વી મારા…..
Also Read: ચોક પુરાવો, પ્રભુ તમારા પગલે..