તું ખુબ મને ગમે છે, મારા વ્હાલા પ્રભુ
મારા દિલમાં તું રમે છે, કામણગારા પ્રભુ,
જોઇ તારા નયનો, મન ઘેલું બન્યું,
ચૂપકેથી કહું છું , તને Love You પ્રભુ…
તું ખુબ મને ગમે…
તમારા દર્શનથી , રોમ મારા ખીલે,
તમારી શીતલ છાયા, ભવોભવ જો મિલે,
જીવન કરું સમર્પણ, કહું Thank You પ્રભુ,
તું ખુબ મને ગમે….
નાથ મારા પામવા તુજને, બુદ્ધિને થયો છે વ્હેમ
કોઇને નહીં કહેશો તમે, બસ હું જાણું છું કેમ
ચાહું ચિત્તથી પ્રભુજી – તને, જેમ રાજુલ ચાહે નેમ
ધબક્યું હ્રદય જોતા તને, થયો પહેલી નજરે પ્રેમ..
સપનામાં આવી જા, તુજને યાદ કરું,
ઉપકારો કર્યા – તે – અનંતા, પલ પલ સમરું
ભીની આંખોથી કહું છું તને Miss You પ્રભુ..
તું ખુબ મને ગમે છે..