jain stuti

આવ્યો શરણે તમારા જિનવર કરજો આશ પુરી અમારી

નાવ્યો ભવપાર મારો તુમ વિણ જગમાં સાર લે કોણ મારી

ગાયો જિનરાજ આજે હરખ અધિકથી પરમ આનંદકારી

પાયો તુમ દર્શ નાસે ભવ ભય ભ્રમણા નાથ સર્વે અમારી..

છે પ્રતિમા મનોહારિણી, દુઃખહરી શ્રી વીર જિણંદની,

ભક્તોને છે સર્વદા સુખકરી, જાણે ખીલી ચાંદની,

આ પ્રતિમા ના ગુણ ભાવ ધરીને, જે માણસો ગાય છે,

પામી સઘળા સુખ જગતનાં, મુક્તિ ભણી જાય છે..

અંતરના એક કોડિયામાં દીપ બળે છે ઝાંખો,

જીવનના જયોતિર્ધર, એને નિશદિન જલતો રાખો,

ઊંચે ઊંચે ઊડવા કાજે, પ્રાણ ચાહે છે પાંખો,

તમને ઓળખવા નાથ નિરંજન, એવી આપો આંખો..

હું ક્યાંથી આવ્યો ક્યાં જવાનો, તેની પણ મને ખબર નથી,

તો પણ પ્રભુ લંપટ બની, હું ક્ષણિક સુખ છોડું નહિ,

સુદેવ સુગુરુ સુધર્મ સ્થાનો, મળ્યા પણ સાધ્યા નહિ,

શું થશે પ્રભુ માહરું, માનવભવ ચૂક્યો સહી…

By admin

Leave a Reply