devsi pratikraman vidhi

1. પ્રથમ સામાયિક લેવું.

2. પછી પાણી વાપર્યું હોય તો ખમાસમણ દઇ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! મુહપત્તિ પડિલેહું ? ઇચ્છં, કહી મુહપત્તિ પડિલેહવી.

3. આહાર વાપર્યો હોય તો બે વાંદણા દેવા. (બીજા વાંદણા માં આવસ્સિયાએ પાઠ ન કહેવો)

4. પછી ઇચ્છકારી ભગવન્ પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ દેશોજી, એમ કહી યથાશક્તિ પચ્ચક્ખાણ કરવું.

5. પછી ખમાસમણ દઇ, ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ ! ચૈત્યવંદન કરું ? ઇચ્છં , કહી ચૈત્યવંદન કરવું.

6. પછી જંકિંચિ, નમુત્થુણં, અરિહંત ચેઇયાણં, અન્નત્થ કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી નમોડર્હત્ કહીને પહેલી થોય કહેવી, પછી

7. લોગસ્સ, સવ્વલોએ-અરિહંત-ચેઇયાણં અન્નત્થ કહી, એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારીને બીજી થોય કહેવી, પછી

8. પુક્ખરવરદી, સુઅસ્સ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગં, વંદણવત્તિયાએ, અન્નત્થ કહી, એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારીને ત્રીજી થોય કહેવી. પછી,

9. સિદ્ધાણં બુદ્ધાણં, વેયાવચ્ચગરાણં, અન્નત્થ કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારીને નમોડર્હત્ કહી ચોથી થોય કહેવી. પછી,

10. બેસીને નમુત્થુણં કહેવું. પછી,

11. એક ખમાસમણ દઇ ભગવાનહં, બીજું ખમાસમણ દઇ આચાર્યહં, ત્રીજું ખમાસમણ દઇ ઉપાધ્યાયહં અને ચોથું ખમાસમણ દઇ સર્વસાધુહં, કહેવું. પછી,

12. ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ ! દેવસિઅ પડિક્કમણે ઠાઉં ? ઇચ્છં, કહી જમણો હાથ (ચરવળા કે કટાસણા ઉપર) થાપી સવ્વસ્સવિ દેવસિઅ, દુચ્ચિંતિઅ, દુબ્ભાસિઅ, દુચ્ચિટ્ઠિઅ મિચ્છામિ દુક્કડં, કહેવું. પછી,

13. કરેમિ ભંતે, ઇચ્છામિ ઠામિ, તસ્સ ઉત્તરી, અન્નત્થ કહી, પંચાચારની આઠ ગાથાનો કાઉસ્સગ્ગ કરવો. આઠ ગાથા ન આવડે તો આઠ નવકારનો કાઉસ્સગ્ગ કરવો. પારીને, લોગસ્સ કહેવો. પછી ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહી બે વાંદણા દેવા.

14. પછી ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ ! દેવસિઅં આલોઉં ? ઇચ્છં, આલોએમિ જો મે દેવસિઓ નો પાઠ કહેવો.

15. પછી સાત લાખ અને અઢાર પાપસ્થાનક કહેવા.

16. પછી સવ્વસ્સવિ દેવસિઅ, દુચ્ચિંતિઅ, દુબ્ભાસિઅ, દુચ્ચિટ્ઠિઅ, ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ ! ઇચ્છં, તસ્સ મિચ્છા મિ દુક્કડં કહેવું. પછી,

17. બેસીને જમણો પગ ઉંચો રાખીને એક નવકાર, કરેમિભંતે, ઇચ્છામિ પડિક્કમિઉં કહીને વંદિત્તુ કહી બે વાંદણા દેવાં. પછી,

18. અબ્ભુટ્ઠિઓ ખામીને બે વાંદણા દેવા. પછી,

19. આયરિઅ ઉવજ્ઝાએ, કરેમિ ભંતે, ઇચ્છામિ ઠામિ, તસ્સ ઉત્તરી,અન્નત્થ કહી બે લોગસ્સનો કાઉસ્સગ્ગ (ચંદેસુ નિમ્મલયરા સુધી) ન આવડે તો આઠ નવકારનો કાઉસ્સગ્ગ કરવો. પારીને,

20. પ્રગટ લોગસ્સ, સવ્વલોએ- અરિહંત-ચેઇયાણં, અન્નત્થ કહી એક લોગસ્સ ચંદેસુ નિમ્મલયરા સુધી (ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરવો) પારીને,

21. પુક્ખરવરદી, સુઅસ્સ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગં વંદણ-વત્તિયાએ કહી અન્નત્થ કહી, એક લોગસ્સનો કાઉસ્સગ્ગ (ચંદેસુ નિમ્મલયરા સુધી) કરવો, ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરવો. પારીને,

22. સિદ્ધાણં બુદ્ધાણં કહી, સુઅદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગં અન્નત્થ કહી, એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારીને નમોડર્હત કહી પુરુષે સુઅદેવયાની થોય કહેવી અને સ્ત્રીએ કમલદલની થોય કહેવી. પછી

23. ખિત્તદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ કહી, એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી નમોડર્હત કહી, પુરુષે જીસેખિત્તે સાહૂની થોય કહેવી, અને સ્ત્રીએ યસ્યાઃ ક્ષેત્રં સમાશ્રિત્યની થોય કહેવી પછી,

24. એક નવકાર ગણી, છટ્ઠા આવશ્યકની મુહપત્તિ પડિલેહી બે વાંદણાં દેવા. પછી,

25. સામાયિક, ચઉવ્વિસત્થો, વાંદણાં, પડિક્કમણું, કાઉસ્સગ્ગ, પચ્ચક્ખાણ કર્યું છે જી (એમ છ આવશ્યક સંભારવા) પછી,

26. ઇચ્છામો અણુસટ્ઠિં, નમો ખમાસમણાણં નમોડર્હત્ કહીને પુરુષે નમોસ્તુ વર્ધમાનાય કહેવું. સ્ત્રીએ સંસારદાવાની ત્રણ થોયો કહેવી. પછી,

27. નમુત્થુણં કહી ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ ! સ્તવન ભણું ? ઇચ્છં, નમોડર્હત્ કહી સ્તવન કહેવું. પછી,

28. (માત્ર પુરુષોએ) વરકનક કહી ચાર ખમાસમણ વડે ભગવાનાહં આદિને વાંદવા. પછી જમણો હાથ (ચરવળા ઉપર) થાપી અડ્ઢાઇજ્જેસુ કહેવું. પછી,

29. ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ ! દેવસિઅ પાયચ્છિત વિસોહણત્થં કાઉસ્સગ્ગ કરું ? ઇચ્છં, દેવસિઅ પાયચ્છિત વિસોહણત્થં કરેમિ કાઉસ્સગ્ગં અન્નત્થ કહી ચાર લોગસ્સનો (ચંદેસુ નિમ્મલયરા સુધી) કાઉસ્સગ્ગ કરવો. ન આવડે તો સોળ નવકારનો કાઉસ્સગ્ગ કરવો. પારી લોગસ્સ કહેવો. પછી,

30. ખમાસમણ દઇ, ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ ! સજ્ઝાય સંદિસાહું ? ઇચ્છં, ખમાસમણ દઇ, ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ ! સજ્ઝાય કરું ? ઇચ્છં, કહી એક નવકાર ગણી સજ્ઝાય કહેવી પછી એક નવકાર ગણવો, પછી,

31. ખમાસમણ દઇ ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ ! દુક્ખખઓ કમ્મખઓ નિમિતં કાઉસ્સગ્ગ કરું ? ઇચ્છં, દુક્ખખઓ કમ્મખઓ નિમિતં કરેમિ કાઉસ્સગ્ગં અન્નત્થ કહી સંપૂર્ણ ચાર લોગસ્સનો (ન આવડે તો સોળ નવકારનો) કાઉસ્સગ્ગ કરવો. પારીને નમોડર્હત્ કહી લઘુશાંતિ કહી, પ્રગટ લોગસ્સ કહેવો. પછી,

32. ખમાસમણ દઇ ઇરિયાવહીયં, તસ્સ ઉત્તરી, અન્નત્થ કહી એક લોગસ્સ , ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી પ્રગટ લોગસ્સ કહેવો. પછી,

33. ચઉક્કસાય, નમુત્થુણં, જાવંતિ ચેઇઆઇં, ખમાસમણ દઇ જાવંત કે વિ સાહૂ કહી નમોડર્હત્ કહી ઉવસગ્ગહરં અને જયવીયરાય કહેવું. પછી,

34. ખમાસમણ દઇ ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ ! મુહપત્તિ પડિલેહું ? ઇચ્છં કહી મુહપત્તિ પડિલેહવી. પછી, ખમાસમણ દઇ ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ ! સામાયિક પારું ? યથાશક્તિ. બીજું ખમાસમણ દઇ ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ ! સામાયિક પાર્યું ? તહત્તિ કહી,

35. જમણો હાથ (ચરવળા ઉપર) સ્થાપી એક નવકાર ગણીને સામાઇઅ વયજુત્તો કહેવો, પછી સ્થાપના સ્થાપેલી હોય તો સવળો હાથ રાખી એક નવકાર ગણવો.

By admin

Leave a Reply