સોને કી છડી, રુપે કી મશાલ,
જરીયન કા જામા, મોતિયન કી માલ,
આજુ સે બાજુ સે નિગાહ રખો,
જીવદયા પ્રતિપાલક, તીન લોક કે નાથ
દેવાધિદેવ શ્રી આદિનાથ ભગવાન કો
ઘણી ખમ્મા, ઘણી ખમ્મા, ઘણી ખમ્મા…
આરતિ
જય જય આરતિ આદિ જિણંદા, નાભિરાયા મરુદેવીકો નંદા ;
પહેલી આરતિ પૂજા કીજે, નરભવ પામીને લહાવો લીજે || 1 ||
દૂસરી આરતિ દીન દયાળા, ધૂલેવા મંડપમાં જગ અજવાળા || 2 ||
તીસરી આરતિ ત્રિભુવન દેવા, સુરનર ઇન્દ્ર કરે તોરી સેવા || 3 ||
ચોથી આરતિ ચઉગતિ ચૂરે, મનવાંછિત ફળ શિવસુખ પૂરે || 4 ||
પંચમી આરતિ પુણ્ય ઉપાયા, મૂળચંદે ઋષભ ગુણ ગાયા.. || 5 ||
મંગળદીવો
દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો,
આરતિ ઉતારણ બહુ ચિરંજીવો.. દીવો || 1 ||
સોહામણું ઘેર પર્વ દિવાળી,
અંબર ખેલે અમરાબાળી… દીવો || 2 ||
દીપાળ ભણે એણે કુળ અજવાળી,
ભાવે ભગતે વિધન નિવારી.. દીવો || 3 ||
દીપાળ ભણે એણે એ કલિકાળે,
આરતિ ઉતારી રાજા કુમારપાળે.. દીવો || 4 ||
અમ ઘેર મંગલિક તુમ ઘેર મંગલિક,
મંગલિક ચતુર્વિધ સંઘને હોજો… દીવો || 5 ||