1. અંગૂઠેઃ
જળ ભરી સંપુટ પત્રમાં, યુગલિક નમ પૂજંત ;
ઋષભ ચરણ અંગૂઠડે, દાયક ભવ જલ અંત.
2. ઘૂંટણેઃ
જાનુ બળે કાઉસ્સગ્ગ રહ્યા, વિચર્યા દેશ- વિદેશ;
ખડાં ખડાં કેવલ રહ્યું, પૂજો જાનુ નરેશ.
3. કાંડેઃ
લોકાંતિક વચને કરી, વરસ્યા વરસી- દાન;
કરકાંડે પ્રભુ પૂજના, પૂજો ભવિ બહુમાન.
4. ખભેઃ
માન ગયું દોય અંશથી, દેખી વીર્ય અનંત;
ભુજા – બળે ભવ જલ તર્યા, પૂજો ખંધ મહંત.
5. મસ્તકેઃ
સિદ્ધશિલા ગુણ ઉજળી, લોકાંતે ભગવંત;
વસિયા તેણે કારણ ભવિ !, શિર -શિખા પૂજંત.
6. કપાળેઃ
તીર્થંકર – પદ પુણ્યથી, ત્રિભુવન – જન સેવંત;
ત્રિભુવન – તિલક સમા પ્રભુ, ભાલ તિલક જયવંત.
7. ગળેઃ
સોળ પ્રહર પ્રભુ દેશના, કંઠે વિવર વર્તુળ;
મધુર ધ્વનિ સુર નર સુણે, તિણે ગળે તિલક અમૂલ.
8. હ્રદયેઃ
હ્રદય – કમલ ઉપશમ બળે, બાળ્યા રાગ ને રોષ;
હિમ દહે વન – ખંડને, હ્રદય તિલક સંતોષ.
9. નાભિએઃ
રત્નત્રયી ગુણ ઉજળી, સકળ સુગુણ વિશ્રામ;
નાભિ કમળની પૂજના, કરતાં અવિચલ ધામ.
ઉપદેશક નવતત્વના, તિણે નવ અંગ જિણંદ;
પૂજો બહુવિધ રાગશું, કહે શુભવીર મુણીંદ.