ગાજે રે ગાજે.. ગાજે રે ગાજે….
મારા વીરનું શાસન ગાજે, મહાવીરનું શાસન ગાજે,
મારા વીરનું શાસન ગાજે, મહાવીરનું શાસન ગાજે….
આ દુષમ કાળની કાળ રાત્રિમાં જય જયકાર મચાવે,
મહાવીરનું શાસન ગાજે…(2) ગાજે રે ગાજે (2 વાર)
પાવનકારી તીર્થભૂમિઓ, જિનબિંબોને જિનાલયો.. ( 2વાર)
સોહે જગમાં પુણ્યભુમિઓ, જિનાગમો વળી ઉપાશ્રયો.. (2 વાર)
આ દુષમકાળની કાળ રાત્રિમાં… ગાજે રે ગાજે…
જિનશાસનની રક્ષા કરતાં, આચાર્યો સંઘ ઘોરી છે.. (2 વાર)
મુનિગણ માતા પ્રવચન ત્રાતા, ઉપાધ્યાય ઉપકારી છે… (2 વાર)
આ દુષમકાળની કાળ રાત્રિમાં… ગાજે રે ગાજે…
જ્ઞાન-ધ્યાનમાં મસ્ત મુનિઓ, મોહરણે ટંકાર કરે.. (2 વાર)
વિરતી સંગી – શાસન રંગી, જિનભક્તો જય જયકાર કરે.. (2 વાર)
આ દુષમકાળની કાળ રાત્રિમાં… ગાજે રે ગાજે…