Aavya Tapasvi - આવ્યા તપસ્વી.....
(રાગ : મોતી વેરાણા ચોકમાં)
હો…તમે ઉત્સવ આજે મંડાવો.. (૨)
મંગલ ગીતો ગાવો, આજે શરણાઇ - ઢોલ વગાડો…
હો… મારા તપસ્વી આવ્યા આજે… (૨)
If you want to listen click below :
જય - જય નાદ ગજાવો ભાઈ,
તપની ધૂન મચાવો…
મોતી વેરાણા આંગણામાં, આવ્યા તપસ્વી,
હૈયા હર્ષિત થાય, રે આવ્યા તપસ્વી… (૨)
Also Read: તપસ્વી પ્યારા, તપસ્વી મારા
અક્ષત ફૂલડે વધાવો, આવ્યા તપસ્વી,
જિન-શાસન સોહાય, રે આવ્યા તપસ્વી…
હો… તમે આંગણ આજે સજાવો… (૨)
આસોપાલવનાં તોરણ બંધાવો,
શાસન-દેવી વધાવો,
હો… આજે અવસર રૂડો આવ્યો… (૨)
મનના મનોરથ પૂરા થાતા, તપસ્વી મન હરખાયો…
મોતી વેરાણા આંગણામાં, આવ્યા તપસ્વી,
હૈયા હર્ષિત થાય, રે આવ્યા તપસ્વી… (૨)
અક્ષત ફૂલડે વધાવો, આવ્યા તપસ્વી,
જિન-શાસન સોહાય, રે આવ્યા તપસ્વી… (૨)


Tapasya Geet - મ્હારે હિવડા મેં હર્ષ હિલોર
Tapasya Geet - મ્હારે હિવડા મેં હર્ષ હિલોર
9/25/2023 5 min read

Tapasvi Pyara - તપસ્વી પ્યારા, તપસ્વી મારા
Tapasvi Pyara - તપસ્વી પ્યારા, તપસ્વી મારા
7/31/2023 5 min read