Bapji Maharaj Pradakshina na Duha (બાપજી મહારાજ ની પ્રદક્ષિણાના દુહા)

5 min read
Bapji Maharaj Pradakshina na Duha (બાપજી મહારાજ ની પ્રદક્ષિણાના દુહા)

(1) સદગુરુ ચરણ શરણ વિણુ, રઝળ્યો કાળ અનંત ;

એ શ્રી ચરણને હું ભજું, દૂર કરી સવિ તંત ।।

(2) સ્વારથીયા સંસારમાં, કોઇ ન રાખણહાર ;

શરણ એક શ્રીચરણ છે, એ છે તારણહાર ।।

(3) દુઃખ મૂલ અજ્ઞાન છે, સુખ મૂલ એક જ્ઞાન ;

સદ્ ગુરુ સેવાથી મળે, જ્ઞાન ટળે અજ્ઞાન ।।

(4) સદ્ ગુરુ જીવનસાર છે, સદ્ ગુરુ શ્રી ભગવાન ;

શ્રદ્ધા એહવી ઉર વસે, જીવ બને ભગવાન ।।

(5) નહિ દુઃખ અંત ચરણ વિણ, ચરણ વિણ નવિ સુખ ;

દીધી ચરણની ચાકરી, સેવું થઇ સન્મુખ ।।

(6) જય સિદ્ધિ જય બાપજી, મંત્ર જપો ચિત્ત લાય ;

સદ્ ગુરુ નામ સ્મરણથી, સકર પાપમળ જાય ।।

(7) સિદ્ધિસૂરિજી બાપજી, કરુણાના અવતાર ;

આપ કૃપાથી પામીયો, આપ ચરણ શ્રીકાર ।।

(8) રાખજો આપની ગોદમાં, ભવિજનને હિતકાર ;

સેવક અરજ સ્વીકારજો, જીવન પ્રાણ આધાર ।।

(9) દાદા દાદા સમરીએ, શ્વાસ માંહે સો વાર ;

નવ દુહાથી વંદતા, નવ નિધિ વિલસે દ્વાર ।।

**બાપજી મહારાજ ની આરતી **

ૐ સિદ્ધિસૂરી દાદા (2)

આપ શરણ ભવતારી (2) ભવિ જન દુઃખહારી …(1)

**શ્રુત - જિનભક્તિ કે હો ધારક, **

સમતા રસધારી, દાદા સમતા રસધારી

ભવદવ તાપ નિવારક (2) મહિમા અતિભારી … (2)

**દીર્ઘ સંયમી દીર્ધ તપસ્વી, **

આયુ દીર્ઘધારી, દાદા આયુ દીર્ઘ ધારી,

અનુપમયોગી વાત્સલ્યશાળી (2) બાપજી નામધારી… (3)

**સાધુ સેવા દિલ મેં ભાઇ, **

મણિ આજ્ઞા ધારી, દાદા મણિ આજ્ઞા ધારી,

લબ્ધિ - સિદ્ધિ પ્રગટ પ્રભાવી (2) પરમ બ્રહ્મચારી… (4)

**દીન દયાલુ સિદ્ધિસૂરીજી, **

નામ મંગલકારી, દાદા નામ મંગલકારી,

આપ ચરણ હિતકારી (2) સેવે નરનારી …(5)

પૂજ્ય બાપજી મહારાજા ને ઉપાસવાની રીત

(1) પ્રદક્ષિણા

(2) સ્તુતિગાન - ’ જસ નામે સિદ્ધિ ’

(3) ગુરુવંદન

(4) પૂજ્ય બાપજી મહારાજાનું ભક્તિ ગીત ગાવું ‘પ્રણમો વિજય સિદ્ધિસૂરિરાય ’

(5) ગુરુ ગુણ સત્તાવીસાનો પાઠ ’ સત્વસિદ્ધ શિરોમણી’

(6) મંત્ર જાપ - નવકાર મહામંત્ર - ‘ૐ શ્રી સિદ્ધિસૂરીશ્વર સદ્ ગુરુભ્યો નમઃ ।।’

(7) આરતીનું પઠન - ‘ૐ સિદ્ધિસૂરી દાદા ’

ભક્તિભાવ સાથે સંકલ્પપૂર્વક ‘દાદા ’ ની આરાધના કરવાથી સર્વ વાંછિત પૂર્ણ થાય છે.

Related Posts