Antarjami - અંતરજામી સુણ અલવેસર...
અંતરજામી સુણ અલવેસર, મહિમા ત્રિજગ તુમારો રે,
સાંભળીને આવ્યો હું તીરે, જન્મ - મરણ દુઃખ વારો…
સેવક અરજ કરે છે રાજ, અમને શિવસુખ આપો,
આપો આપોને, મહારાજ, અમને મોક્ષ સુખ આપો…1
If you want to listen click below :
સહુકોનાં મનવાંછિત પૂરો, ચિંતા સહુની ચૂરો રે ;
એહવું બિરુદ છે રાજ તમારું, કેમ રાખો છો દૂરે ?…
સેવક અરજ કરે છે રાજ, અમને શિવસુખ આપો,
આપો આપોને, મહારાજ, અમને મોક્ષ સુખ આપો…2
સેવક ને વલવલતો દેખી, મનમાં મહેર ન ધરશો રે ;
કરુણાસાગર કેમ કહેવાશો ? જો ઉપકાર ન કરશો…
સેવક અરજ કરે છે રાજ, અમને શિવસુખ આપો,
આપો આપોને, મહારાજ, અમને મોક્ષ સુખ આપો…3
લટપટનું હવે કામ નહિં છે, પ્રત્યક્ષ દરિશન દીજે રે ;
ધુમાડે ધીજું નહિ સાહેબ, પેટ પડ્યાં પતિજે…
સેવક અરજ કરે છે રાજ, અમને શિવસુખ આપો,
આપો આપોને, મહારાજ, અમને મોક્ષ સુખ આપો…4
શ્રી શંખેશ્વર મંડળ સાહેબ, વિનતડી અવધારો રે ;
કહે જિનહર્ષ મયા કરી મુજને, ભવસાગર થી તારો…
સેવક અરજ કરે છે રાજ, અમને શિવસુખ આપો,
આપો આપોને, મહારાજ, અમને મોક્ષ સુખ આપો…5

Bapji Maharaj Pradakshina na Duha (બાપજી મહારાજ ની પ્રદક્ષિણાના દુહા)
Bapji Maharaj Pradakshina na Duha (બાપજી મહારાજ ની પ્રદક્ષિણાના દુહા)

