Ochintu Koi Mane (ઓચિંતુ કોઇ મને)

5 min read
Ochintu Koi Mane (ઓચિંતુ કોઇ મને)

**ઓચિંતું કોઇ મને રસ્તે મળે ને **

કદી ધીરેથી પૂછે કે કેમ છે?

આપણે તો કહીએ કે દરિયા શી મોજ

માં ને ઉપરથી કુદરતી રહેમ છે.

ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે

અમે છલકાતી મલકાતી મોજ,

એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં

એવું લાગ્યા કરે છે મને રોજ,

If you want to listen click below :

તાળું વસાય નહીં એવડી પટારીમાં

આપણો ખજાનો હેમખેમ છે.

આંખોમાં પાણી તો આવે ને જાય

નથી ભીતર ભીનાશ થતી ઓછી

વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ

નથી પરવા સમંદરને હોતી

સૂરજ તો ઊગે ને આથમી યે જાય

મારી ઉપર આકાશ એમનેમ છે…

Siddhachal Darbar

Rushabh Ji bolave chhe

Related Posts