Ashtprakari Puja Na Duha - અષ્ટપ્રકારી પૂજાના દુહા
1. જળપૂજા :
જળ પૂજા જુગતે કરો,
મેલ અનાદિ વિનાશ ;
જળ પૂજા ફલ મુજ હજો,
માંગો એમ પ્રભુ - પાસ.
**ૐ હ્રીં શ્રી પરમ પુરુષાય, પરમેશ્વરાય, જન્મ - જરા - મૃત્યુ - નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય, જલં યજામહે સ્વાહા. **
2. ચંદન પૂજા :
શીતલ ગુણ જેમાં રહ્યો,
શીતલ પ્રભુ મુખ રંગ ;
આત્મ શીતલ કરવા ભણી,
પૂજો અરિહા અંગ.
ૐ હ્રીં શ્રી પરમ પુરુષાય, પરમેશ્વરાય, જન્મ - જરા - મૃત્યુ - નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય, ચંદનં યજામહે સ્વાહા.
Also Read: નવ અંગ પૂજાના દુહા
3. પુષ્પ પૂજા :
સુરભિ અખંડ કુસુમ ગ્રહી,
પૂજો ગત સંતાપ ;
સમ - જંતુ ભવ્ય જ પરે,
કરીએ સમકિત - છાપ.
ૐ હ્રીં શ્રી પરમ પુરુષાય, પરમેશ્વરાય, જન્મ - જરા - મૃત્યુ - નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય, પુષ્પં યજામહે સ્વાહા.
If you want to listen click below :
4. ધૂપ પૂજા :
ધ્યાન ઘટા પ્રગટાવીએ,
વામ - નયન જિન ધૂપ;
મિચ્છત્ત દુર્ગંધ દૂરે ટળે,
પ્રગટે આત્મ - સ્વરૂપ.
ૐ હ્રીં શ્રી પરમ પુરુષાય, પરમેશ્વરાય, જન્મ - જરા - મૃત્યુ - નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય, ધૂપં યજામહે સ્વાહા.
5. દીપક પૂજા :
દ્રવ્ય - દીપક સુવિવેકથી,
કરતાં દુ:ખ હોય ફોક ;
ભાવ - પ્રદીપ પ્રગટ હુએ,
ભાસિત લોકાલોક.
ૐ હ્રીં શ્રી પરમ પુરુષાય, પરમેશ્વરાય, જન્મ - જરા - મૃત્યુ - નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય, દીપં યજામહે સ્વાહા.
6. અક્ષત પૂજા :
શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી,
નંદાવર્ત વિશાળ ;
પૂરી પ્રભુ સન્મુખ રહો,
ટાળી સકળ જંજાળ.
ૐ હ્રીં શ્રી પરમ પુરુષાય, પરમેશ્વરાય, જન્મ - જરા - મૃત્યુ - નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય, અક્ષતં યજામહે સ્વાહા.
7. નૈવેદ્ય પૂજા :
અણાહારી પદ મેં કર્યા,
વિગ્ગહ - ગઈય અનંત ;
દૂર કરી તે દીજીએ,
અણાહારી શિવ સંત.
ૐ હ્રીં શ્રી પરમ પુરુષાય, પરમેશ્વરાય, જન્મ - જરા - મૃત્યુ - નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય, નેવૈદ્યં યજામહે સ્વાહા.
8. ફળ પૂજા :
ઇન્દ્રાદિક પૂજા ભણી,
ફળ લાવે ધરી રાગ;
પુરુષોત્તમ પૂજી કરી,
માંગે શિવ - ફળ - ત્યાગ.
ૐ હ્રીં શ્રી પરમ પુરુષાય, પરમેશ્વરાય, જન્મ - જરા - મૃત્યુ - નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય, ફલં યજામહે સ્વાહા.

Bapji Maharaj Pradakshina na Duha (બાપજી મહારાજ ની પ્રદક્ષિણાના દુહા)
Bapji Maharaj Pradakshina na Duha (બાપજી મહારાજ ની પ્રદક્ષિણાના દુહા)

