Chaityavandan Vidhi - ચૈત્યવંદન વિધિ
-
સૌ પ્રથમ એક ખમાસમણ આપવું.
-
ત્યારબાદ ઇરિયાવહિયં, તસ્સ ઉત્તરી, અન્નત્થ સૂત્ર બોલવું.
ઇરિયાવહિયં સૂત્રઃ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઇરિયાવહિયં પડિક્કમામિ ? ઇચ્છં, ઇચ્છામિ પડિક્કમિઉં ।
ઇરિયાવહિયાએ, વિરાહણાએ, ગમણાગમણે, પાણક્કમણે, બીયક્કમણે, હરિયક્કમણે, ઓસા - ઉત્તિંગ - પણગ - દગ, મટ્ટી મક્કડા - સંતાણા - સંકમણે, જે મે જીવા વિરાહિયા, એગિંદિયા, બેઇંદિયા, તેઇંદિંયા, ચઉરિંદિંયા, પંચિંદિંયા, અભિહયા, વત્તિયા, લેસિયા, સંઘાઇયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદ્દવિયા, ઠાણાઓ ઠાણં સંકામિયા, જીવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડં..
**તસ્સ ઉત્તરી સૂત્રઃ **તસ્સ ઉત્તરી - કરણેણં, પાયચ્છિત્ત - કરણેણં, વિસોહી - કરણેણં, વિસલ્લી - કરણેણં, પાવાણં કમ્માણં નિગ્ઘાયણટ્ઠાએ, ઠામિ કાઉસ્સગ્ગં.
અન્નત્થ સૂત્રઃ અન્નત્થ ઊસસિએણં, નિસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઇએણં, ઉડ્ડુએણં, વાય - નિસગ્ગેણં, ભમલીએ, પિત્ત - મુચ્છાએ, સુહુમેહિં અંગ - સંચાલેહિં, સુહુમેહિં ખેલ - સંચાલેહિં, સુહુમેહિં દિટ્ઠિ સંચાલેહિં, એવમાઇ એહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિયો, હુજ્જ મે કાઉસ્સગ્ગો, જાવ અરિહંતાણં, ભગવંતાણં, નમુક્કારેણં ન પારેમિ, તાવ કાયં ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં વોસિરામિ..
- પછી એક લોગસ્સ ચંદેસુ નિમ્મલયરા સુધી (ન આવડે તો ચાર નવકારનો ) કાઉસ્સગ્ગ કરવો. ‘નમો અરિહંતાણં’ કહી કાઉસ્સગ્ગ પારીને પ્રગટ લોગસ્સ કહેવો.
**લોગસ્સ સૂત્રઃ **
લોગસ્સ ઉજ્જો-અગરે, ધમ્મ - તિત્થયરે જિણે, અરિહંતે કિત્તઇસ્સં, ચઉવીસં પિ કેવલી,
ઉસભમજિઅં ચ વંદે, સંભવમભિણંદણં ચ સુમઇં ચ, પઉમપ્પહં સુપાસં, જિણં ચ ચંદપ્પહં વંદે,
સુવિહિં ચ પુપ્ફદંતં, સીઅલ - સિજ્જંસ - વાસુપુજ્જં ચ, વિમલમણંતં ચ જિણં, ધમ્મં સંતિ ચ વંદામિ
કુંથું અરં ચ મલ્લિં, વંદે મુણિસુવ્વયં નમિજિણં ચ, વંદામિ રિટ્ઠ - નેમિં, પાસં તહ વદ્ધમાણં ચ
એવં મએ અભિથુઆ, વિહુય - રય - મલા - પહીણ - જર - મરણા, ચઉવીસં પિ જિણવરા, તિત્થયરા મે પસીયંતુ.
કિત્તિય - વંદિય - મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા, આરુગ્ગ બોહિ - લાભં, સમાહિ - વરમુત્તમં દિંતુ
ચંદેસુ નિમ્મલયરા, આઇચ્ચેસુ અહિયં પયાસ-યરા, સાગર વર ગંભીરા, સિદ્ધા સિદ્ધિં મમ દિસંતુ..
If you want to listen click below :
-
પછી ત્રણ ખમાસમણ આપવા.
-
ત્યારબાદ ડાબો ઢીંચણ ઉભો કરવો અને યોગમુદ્રામાં **સકલકુશલવલ્લી **બોલવું.
**સકલકુશલવલ્લી સૂત્રઃ **સકલ કુશલવલ્લી, પુષ્કરાવર્ત મેઘો, દુરિત - તિમિર ભાનુઃ, કલ્પ વૃક્ષો પમાનઃ, ભવજલ નિધિ પોતઃ, સર્વ સંપત્તિ હેતુઃ, સ ભવતુ સતતં વ શ્રેયસે શાંતિનાથઃ , શ્રેયસે પાર્શ્વનાથઃ ।।
- ત્યારબાદ કોઇપણ ભગવાનનું ચૈત્યવંદન બોલવું.
ચૈત્યવંદનઃ ચોવીસ જિનના શરીરના વર્ણનું ચૈત્યવંદન
પદ્મપ્રભ ને વાસુપૂજ્ય, દોય રાતા કહીએ ; ચંદ્રપ્રભ ને સુવિધિનાથ, દો ઉજ્જવળ લહીયે.
મલ્લિનાથ ને પાર્શ્વનાથ, દો નીલા નીરખ્યા; મુનિસુવ્રત ને નેમનાથ, દો અંજન સરીખા.
સોળે જિન કંચન સમા એ, એવા જિન ચોવીશ; ધીર-વિમલ-પંડિત તણો, જ્ઞાન વિમલ કહે શિષ્ય.
- ત્યારબાદ **જંકિંચિ, નમુત્થુણં **બોલવું.
જંકિંચિ સૂત્રઃ જંકિંચિ નામ - તિત્થં, સગ્ગે પાયાલિ માણુસે લોએ, જાઇં જિણ - બિંબાઇં, તાઇં સવ્વાઇં વંદામિ..
નમુત્થુણં સૂત્રઃ
નમુત્થુણં અરિહંતાણં, ભગવંતાણં,
આઇગરાણં, તિત્થયરાણં, સયં - સંબુદ્ધાણં
પુરિસુત્તમાણં, પુરિસ-સીહાણં, પુરિસ - વર - પુંડરીઆણં, પુરિસ - વર - ગંધહત્થીણં,
લોગુત્તમાણં, લોગ-નાહાણં, લોગ-હિઆણં, લોગ - પઇવાણં, લોગ - પજ્જોઅગરાણં,
અભય - દયાણં, ચક્ખુ દયાણં, મગ્ગ - દયાણં, સરણ - દયાણં, બોહિ - દયાણં,
ધમ્મ - દયાણં, ધમ્મ - દેસયાણં, ધમ્મ - નાયગાણં, ધમ્મ - સારહીણં, ધમ્મ - વર - ચાઉરંત - ચક્કવટ્ટીણં,
અપ્પડિય - વર - નાણ - દંસણ - ધરાણં, વિયટ્ટ - છઉમાણં,
જિણાણં જાવયાણં, તિન્નાણં - તારયાણં, બુદ્ધાણં બોહયાણં, મુત્તાણં મોઅગાણં,
સવ્વન્નૂણં, સવ્વ - દરિસીણં, સિવ - મયલ - મરુઅ - મણંત - મક્ખય - મવ્વાબાહ - મપુણરાવિત્તિ, સિદ્ધિગઇ - નામધેયં, ઠાણં સંપત્તાણં, નમો જિણાણં, જિઅ ભયાણં,
જે અ અઇઆ સિદ્ધા, જે અ ભવિસ્સંતિ ણાગએ કાલે; સંપઇ અ વટ્ટમાણા, સવ્વે તિવિહેણ વંદામિ..
- પછી (મુક્તાશુક્તિ મુદ્રામાં) **જાવંતિ ચેઇઆઇં **બોલવું.
**જાવંતિ ચેઇઆઇં સૂત્ર- **જાવંતિ ચેઇઆઇં, ઉઢ્ઢે અ અહે અ તિરિઅ - લોએ અ; સવ્વાઇં તાઇં વંદે, ઇહ સંતો તત્થ સંતાઇં..
- ત્યારબાદ એક **ખમાસમણ **આપવું અને પછી (મુક્તાશુક્તિ મુદ્રામાં) જાવંત કે વિ સાહૂ બોલવું.
જાવંત કે વિ સાહૂ સૂત્રઃ જાવંત કે વિ સાહૂ, ભરહે - રવય - મહા - વિદેહે અ; સવ્વેસિં તેસિં પણઓ, તિ- વિહેણ તિ - દંડ વિરયાણં..
- પછી નમોડર્હત્ (ભાઇઓએ જ બોલવું).
નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ।
- પછી યોગમુદ્રામાં સ્તવન કહેવું.
સ્તવનઃ અંતરજામી સુણ અલવેસર
- પછી **જયવીયરાય સૂત્ર **બોલવું. અર્ધ જયવીયરાય (આભવ મખંડા) સુધી (મુક્તાશુક્તિ મુદ્રા) રાખવી. ત્યારબાદ યોગમુદ્રામાં સૂત્ર પૂર્ણ કરવું.
**જયવીયરાય સૂત્રઃ **
જયવીયરાય ! જગ - ગુરુ ! હોઉં મમં તુહ પભાવઓ ભયવં !
ભવ - નિવ્વેઓ મગ્ગા - ણુસારિઆ ઇટ્ઠ - ફલ - સિદ્ધિ
લોગ - વિરુદ્વચ્ચાઓ, ગુરુજણ - પૂઆ, પરત્થકરણં ચ;
સુહ - ગુરુ - જોગો તવ્વયણ - સેવણા આભવમખંડા
વારિજ્જઇ જઇવિ નિયાણ - બંધણં વીયરાય ! તુહ સમએ;
તહ વિ મમ હુજ્જ સેવા, ભવે ભવે તુમ્હ ચલણાણં.
દુકખખઓ કમ્મખઓ, સમાહિ - મરણં ચ બોહિલાભો અ;
સંપજ્જઉ મહ એઅં, તુહ નાહ ! પણામ - કરણેણં.
સર્વ - મંગલ - માંગલ્યં, સર્વ કલ્યાણ - કારણં;
પ્રધાનં સર્વ ધર્માણાં ; જૈનં જયતિ શાસનમ્..
- પછી ઉભા થઇને અરિહંત ચેઇઆણં, અન્નત્થ કહી એક **નવકાર**નો કાઉસ્સગ્ગ કરવો.
**અરિહંત ચેઇઆણં સૂત્રઃ **
અરિહંત - ચેઇઆણં, કરેમિ કાઉસ્સગ્ગં
વંદણ - વત્તિયાએ, પૂઅણ - વત્તિયાએ, સક્કાર - વત્તિયાએ, સમ્માણ - વત્તિયાએ, બોહિલાભ - વત્તિયાએ, નિરુવસગ્ગ - વત્તિયાએ, સદ્વાએ, મેહાએ, ધિઇએ, ધારણાએ, અણુપ્પેહાએ, વડ્ઢમાણીએ, ઠામિ કાઉસ્સગ્ગં.
- ‘નમો અરિહંતાણં’ કહી પારીને થોય કહેવી.
થોયઃ શંખેશ્વર પાસજી પૂજીએ, નરભવનો લાહો લીજીએ;
મનવાંછિત પૂરણ સુરતરુ, જય વામાસુત ! અલવેસરુ.
દોય રાતા જિનવર અતિભલા, દોય ધોળા જિનવર ગુણ નીલા;
દોય નીલા દોય શામળ કહ્યા, સોળે જિન કંચન વર્ણ લહ્યા.
આગમ તે જિનવર ભાખીઓ, ગણધર તે હૈડે રાખીઓ;
તેહનો રસ જેણે ચાખીઓ, તે હુવો શિવસુખ સાખીઓ.
ધરણેન્દ્ર રાય પદ્માવતી, પ્રભુ પાર્શ્વતણા ગુણ ગાવતી;
સહુ સંઘના સંકટ ચૂરતી, નયવિમલનાં વાંછિત પૂરતી.
- પછી એક ખમાસમણ આપી જમણો હાથ જમીન પર સ્થાપી અવિધિ આશાતનાનું મિચ્છામિ દુક્કડમ્ માંગવું.


Rajnagar Prashnottari (રાજનગર પ્રશ્નોત્તરી)
Rajnagar Prashnottari (રાજનગર પ્રશ્નોત્તરી)

Devsi Pratikraman Vidhi - દેવસિઅ પ્રતિક્રમણની વિધિ
Devsi Pratikraman Vidhi - દેવસિઅ પ્રતિક્રમણની વિધિ