Devsi Pratikraman Vidhi - દેવસિઅ પ્રતિક્રમણની વિધિ
-
પ્રથમ સામાયિક લેવું.
-
પછી પાણી વાપર્યું હોય તો ખમાસમણ દઇ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! મુહપત્તિ પડિલેહું ? ઇચ્છં, કહી મુહપત્તિ પડિલેહવી.
-
આહાર વાપર્યો હોય તો બે વાંદણા દેવા. (બીજા વાંદણા માં આવસ્સિયાએ પાઠ ન કહેવો)
-
પછી ઇચ્છકારી ભગવન્ પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ દેશોજી, એમ કહી યથાશક્તિ પચ્ચક્ખાણ કરવું.
-
પછી ખમાસમણ દઇ, ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ ! ચૈત્યવંદન કરું ? ઇચ્છં , કહી ચૈત્યવંદન કરવું.
-
પછી જંકિંચિ, નમુત્થુણં, અરિહંત ચેઇયાણં, અન્નત્થ કહી એક **નવકાર**નો કાઉસ્સગ્ગ કરી, પારી નમોડર્હત્ કહીને પહેલી થોય કહેવી, પછી
-
લોગસ્સ, સવ્વલોએ-અરિહંત-ચેઇયાણં અન્નત્થ કહી, એક **નવકાર**નો કાઉસ્સગ્ગ કરી, પારીને **બીજી થોય **કહેવી, પછી
-
પુક્ખરવરદી, સુઅસ્સ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગં, વંદણવત્તિયાએ, અન્નત્થ કહી, એક **નવકાર**નો કાઉસ્સગ્ગ કરી, પારીને ત્રીજી થોય કહેવી. પછી,
-
સિદ્ધાણં બુદ્ધાણં, વેયાવચ્ચગરાણં, અન્નત્થ કહી એક **નવકાર**નો કાઉસ્સગ્ગ કરી, પારીને **નમોડર્હત્ **કહી ચોથી થોય કહેવી. પછી,
-
બેસીને નમુત્થુણં કહેવું. પછી,
If you want to listen click below :
-
એક ખમાસમણ દઇ ભગવાનહં, બીજું ખમાસમણ દઇ આચાર્યહં, ત્રીજું ખમાસમણ દઇ **ઉપાધ્યાયહં **અને ચોથું ખમાસમણ દઇ સર્વસાધુહં, કહેવું. પછી,
-
ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ ! દેવસિઅ પડિક્કમણે ઠાઉં ? ઇચ્છં, કહી જમણો હાથ (ચરવળા કે કટાસણા ઉપર) થાપી સવ્વસ્સવિ દેવસિઅ, દુચ્ચિંતિઅ, દુબ્ભાસિઅ, દુચ્ચિટ્ઠિઅ મિચ્છામિ દુક્કડં, કહેવું. પછી,
-
કરેમિ ભંતે, ઇચ્છામિ ઠામિ, તસ્સ ઉત્તરી, અન્નત્થ કહી,** પંચાચારની આઠ ગાથા**નો કાઉસ્સગ્ગ કરવો. આઠ ગાથા ન આવડે તો આઠ **નવકાર**નો કાઉસ્સગ્ગ કરવો. પારીને, લોગસ્સ કહેવો. પછી ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહી બે વાંદણા દેવા.
-
પછી ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ ! દેવસિઅં આલોઉં ? ઇચ્છં, આલોએમિ જો મે દેવસિઓ નો પાઠ કહેવો.
-
પછી સાત લાખ અને અઢાર પાપસ્થાનક કહેવા.
-
પછી સવ્વસ્સવિ દેવસિઅ, દુચ્ચિંતિઅ, દુબ્ભાસિઅ, દુચ્ચિટ્ઠિઅ, ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ ! ઇચ્છં, તસ્સ મિચ્છા મિ દુક્કડં કહેવું. પછી,
-
બેસીને જમણો પગ ઉંચો રાખીને એક **નવકાર, કરેમિભંતે, ઇચ્છામિ પડિક્કમિઉં **કહીને **વંદિત્તુ **કહી બે વાંદણા દેવાં. પછી,
-
**અબ્ભુટ્ઠિઓ ખામીને બે વાંદણા **દેવા. પછી,
-
આયરિઅ ઉવજ્ઝાએ, કરેમિ ભંતે, ઇચ્છામિ ઠામિ, તસ્સ ઉત્તરી,અન્નત્થ કહી બે **લોગસ્સ**નો કાઉસ્સગ્ગ (ચંદેસુ નિમ્મલયરા સુધી) ન આવડે તો આઠ **નવકાર**નો કાઉસ્સગ્ગ કરવો. પારીને,
-
પ્રગટ લોગસ્સ, સવ્વલોએ- અરિહંત-ચેઇયાણં, અન્નત્થ કહી એક લોગસ્સ ચંદેસુ નિમ્મલયરા સુધી (ન આવડે તો **ચાર નવકાર**નો કાઉસ્સગ્ગ કરવો) પારીને,
-
પુક્ખરવરદી, સુઅસ્સ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગં વંદણ-વત્તિયાએ કહી અન્નત્થ કહી, એક **લોગસ્સ**નો કાઉસ્સગ્ગ (ચંદેસુ નિમ્મલયરા સુધી) કરવો, ન આવડે તો ચાર **નવકાર**નો કાઉસ્સગ્ગ કરવો. પારીને,
-
સિદ્ધાણં બુદ્ધાણં કહી, સુઅદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગં અન્નત્થ કહી, એક **નવકાર**નો કાઉસ્સગ્ગ કરી, પારીને નમોડર્હત કહી પુરુષે સુઅદેવયાની થોય કહેવી અને સ્ત્રીએ કમલદલની થોય કહેવી. પછી
-
ખિત્તદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ કહી, એક **નવકાર**નો કાઉસ્સગ્ગ કરી, પારી નમોડર્હત કહી, પુરુષે જીસેખિત્તે સાહૂની થોય કહેવી, અને સ્ત્રીએ યસ્યાઃ ક્ષેત્રં સમાશ્રિત્યની થોય કહેવી પછી,
-
એક નવકાર ગણી, છટ્ઠા આવશ્યકની મુહપત્તિ પડિલેહી બે વાંદણાં દેવા. પછી,
-
**સામાયિક, ચઉવ્વિસત્થો, વાંદણાં, પડિક્કમણું, કાઉસ્સગ્ગ, પચ્ચક્ખાણ કર્યું છે જી **(એમ છ આવશ્યક સંભારવા) પછી,
-
ઇચ્છામો અણુસટ્ઠિં, નમો ખમાસમણાણં નમોડર્હત્ કહીને પુરુષે નમોસ્તુ વર્ધમાનાય કહેવું. સ્ત્રીએ સંસારદાવાની ત્રણ થોયો કહેવી. પછી,
-
નમુત્થુણં કહી ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ ! સ્તવન ભણું ? ઇચ્છં, નમોડર્હત્ કહી સ્તવન કહેવું. પછી,
-
(માત્ર પુરુષોએ) વરકનક કહી ચાર ખમાસમણ વડે ભગવાનાહં આદિને વાંદવા. પછી જમણો હાથ (ચરવળા ઉપર) થાપી અડ્ઢાઇજ્જેસુ કહેવું. પછી,
-
ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ ! દેવસિઅ પાયચ્છિત વિસોહણત્થં કાઉસ્સગ્ગ કરું ? ઇચ્છં, દેવસિઅ પાયચ્છિત વિસોહણત્થં કરેમિ કાઉસ્સગ્ગં અન્નત્થ કહી **ચાર લોગસ્સ**નો (ચંદેસુ નિમ્મલયરા સુધી) કાઉસ્સગ્ગ કરવો. ન આવડે તો **સોળ નવકાર**નો કાઉસ્સગ્ગ કરવો. પારી લોગસ્સ કહેવો. પછી,
-
ખમાસમણ દઇ, ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ ! સજ્ઝાય સંદિસાહું ? ઇચ્છં, ખમાસમણ દઇ, ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ ! સજ્ઝાય કરું ? ઇચ્છં, કહી એક નવકાર ગણી **સજ્ઝાય **કહેવી પછી એક નવકાર ગણવો, પછી,
-
ખમાસમણ દઇ ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ ! દુક્ખખઓ કમ્મખઓ નિમિતં કાઉસ્સગ્ગ કરું ? ઇચ્છં, દુક્ખખઓ કમ્મખઓ નિમિતં કરેમિ કાઉસ્સગ્ગં અન્નત્થ કહી સંપૂર્ણ ચાર **લોગસ્સ**નો (ન આવડે તો સોળ **નવકાર**નો) કાઉસ્સગ્ગ કરવો. પારીને નમોડર્હત્ કહી **લઘુશાંતિ **કહી, પ્રગટ લોગસ્સ કહેવો. પછી,
-
ખમાસમણ દઇ ઇરિયાવહીયં, તસ્સ ઉત્તરી, અન્નત્થ કહી એક લોગસ્સ , ન આવડે તો ચાર **નવકાર**નો કાઉસ્સગ્ગ કરી, પારી પ્રગટ લોગસ્સ કહેવો. પછી,
-
ચઉક્કસાય, નમુત્થુણં, જાવંતિ ચેઇઆઇં, ખમાસમણ દઇ જાવંત કે વિ સાહૂ કહી નમોડર્હત્ કહી **ઉવસગ્ગહરં **અને **જયવીયરાય **કહેવું. પછી,
-
ખમાસમણ દઇ ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ ! મુહપત્તિ પડિલેહું ? ઇચ્છં કહી મુહપત્તિ પડિલેહવી. પછી, ખમાસમણ દઇ ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ ! સામાયિક પારું ? યથાશક્તિ. બીજું ખમાસમણ દઇ ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ ! સામાયિક પાર્યું ? તહત્તિ કહી,
-
જમણો હાથ (ચરવળા ઉપર) સ્થાપી **એક **નવકાર ગણીને સામાઇઅ વયજુત્તો કહેવો, પછી સ્થાપના સ્થાપેલી હોય તો સવળો હાથ રાખી એક નવકાર ગણવો.


Rajnagar Prashnottari (રાજનગર પ્રશ્નોત્તરી)
Rajnagar Prashnottari (રાજનગર પ્રશ્નોત્તરી)

Pakkhi Pratikraman Ni Vidhi - પક્ખિ પ્રતિક્રમણની વિધિ
Pakkhi Pratikraman Ni Vidhi - પક્ખિ પ્રતિક્રમણની વિધિ