Paushadh Vidhi

પૌષધમાં જરૂરી ઉપકરણ :

ચરવળો, મુહપત્તિ, કટાસણું, ધોતીયું, ખેસ, સુતરનો કંદોરો, ઉનની કાંબળ, દંડાસણ, સંથારો, ઉત્તરપટ્ટો, માતરીયું (લઘુ – વડી નીતિ જતા બદલવા માટે) ચૂનાનું પાણી.

પૌષધ વિધિ :

  • શુદ્ધ વસ્ત્ર પહેરી સ્થાપનાચાર્ય સમક્ષ ખમાસમણ દઇ ઇરિયાવહિય પડિક્કમી, ખમાસમણ દઇ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! પોસહ મુહપત્તિ પડિલેહું ? ઇચ્છં કહી મુહપત્તિ પડિલેહવી.
  • ખમાસમણ દઇ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! પોસહ સંદિસાહુ ? ઇચ્છં ખમાસમણ દઇ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! પોસહ ઠાઉં ? ઇચ્છં કહી ઉભા રહી હાથ જોડી નવકાર ગણી ઇચ્છકારી ભગવન પસાય કરી પોસહ દંડક ઉચ્ચરાવશોજી (ગુરુ મહારાજ ઉચ્ચરાવે)
  • ખમાસમણ દઇ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન સામાયિક મુહપત્તિ પડિલેહું ? ઇચ્છં (મુહપત્તિ પડિલેહવાથી લઇ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન સજ્ઝાય કરું ? ઇચ્છં ત્યાં સુધી સામાયિક વિધિ પ્રમાણે કરવું)
  • પછી પ્રતિક્રમણ બાકી હોય તો કરે. તેમાં કલ્લાણ કદંની થોય પછી અને ચાર ખમાસમણા પહેલા ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ! બહુવેલ સંદિસાહું ? ઇચ્છં
  • ખમાસમણ દઇ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ! બહુવેલ કરશું, ઇચ્છં ના આદેશ માંગ્યા પછી પ્રતિક્રમણ પૂર્ણ કરવું.
  • ત્યારબાદ પડિલેહણ – દેવવંદન કરવા. રાઇ મુહપત્તિ (ગુરુ નો સંયોગ તથા પ્રતિક્રમણ સાથે ન કર્યું હોય તો) કરવી.
  • સૂર્યોદયથી છ ઘડી (2 કલાક 24 મિનિટ) પછી પોરસી ભણાવવી.
  • જિનાલયે દર્શન કરવા જવું ત્યાં (ચરવળો, કટાસણું, મુહપત્તિ, કાંબળ સાથે લેવી)
  • ચૈત્યવંદન કરવું. ઉપાશ્રયે અથવા દેરાસરે દેવવંદન કરવું.
  • પચ્ચક્ખાણનો સમય થયા બાદ પચ્ચક્ખાણ પારવાની વિધિ કરવી. (ચોવિહાર ઉપવાસ વાળાએ કરવી નહિ)
  • પાણી વાપરનારે કટાસણું પાથરી અચિત્ત પાણી વાપરવું. ગ્લાસ રૂમાલથી લૂંછવો. (પાણીનું માટલું ઢાંકી રાખવું)
  • આયંબિલ, નિવિ કે એકાસણા વાળાએ ઇરિયા સમિતિ પૂર્વક વાપરવાના સ્થાને જવું અને જયણા મંગલ બોલી સ્થાપના સ્થાપી ઇરિયાવહિયં પડિક્કમિઉં ગમણાગમણે આલોવી આહાર કરવાના સ્થાને કાજો લઇ પાટલો, થાળી આદિ પ્રમાર્જીને નિશ્ચલ આસને મૌનપૂર્વક આહાર કરવો. (જરૂર પડે તો પાણી પીને બોલવું)
  • પછી મુખ શુદ્ધિ કરી હાથ જોડી તિવિહાર પચ્ચક્ખાણ કરે. (વાપરતી વખતે માતરીયું પહેરીને બેસવું)
  • પછી પોસહ શાળાએ આવી સ્થાપનાજી સમક્ષ ઇરિયા0 પડિ0 ગમણા ગમણે આલોવી જગચિંતામણિથી જયવીયરાય પર્યંત ચૈત્યવંદન કરે – ચોથા પ્રહરે પડિલેહણ કરી – દેવવંદન કરે.

રાત્રિ પોસહનો વિધિ

  • સવારે પોસહ ન લીધો હોય અને સાંજે લેવાનો હોય તો પણ એકાસણું હોવું જરૂરી છે.
  • પોસહ લેવાની વિધિ આગળ મુજબ કરી બહુવેલના આદેશ માંગવા.
  • સાંજે પડિલેહણ કરી – દેવવંદન કરી – ગુરૂવંદન કરવા. (રાત્રિ માટે કુંડળ (રૂ ના પુંમડા) દંડાસણ, ચૂનાનું પાણી યાચી રાખવું.)
  • પ્રતિક્રમણ કરતાં પહેલા માંડલા કરવા. અને ગુરુ મહારાજ સાથે પ્રતિક્રમણ કરવું.
  • કરેમિભંતે માં જાવ પોસહં  તથા સાત લાખ, પ્રાણાતિપાત ની જગ્યા એ ગમણા ગમણે સૂત્ર બોલવું.

પૌષધ લેવાનું પચ્ચક્ખાણ

કરેમિ ભંતે ! પોસહં, આહારં – પોસહં દેસઓ સવ્વઓ, શરીરસક્કાર – પોસહં સવ્વઓ, બંભચેર – પોસહં સવ્વઓ, અવ્વાવાર – પોસહં સવ્વઓ ચઉવ્વિહં, પોસહં ઠામિ, જાવ દિવસં (અહોરત્તં) પજ્જુવાસામિ, દુવિહં તિવિહેણં, મણેણં વાયાએ, કાએણં, ન કરેમિ, ન કારવેમિ, તસ્સ ભંતે ! પડિક્કમામિ નિંદામિ, ગરિહામિ, અપ્પાણં વોસિરામિ.

સવારના પડિલેહણની વિધિ

ઇચ્છામિ ખમાસમણો વંદિઉં ! જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થેણં વંદામિ . કહી ઇરિયા0 પડિ0 ખમા0 ઇચ્છા0 પડિલેહણ કરું ?  ઇચ્છં કહી મુહપત્તિ (50) ચરવળો (10) કટાસણું (25) કંદોરો (10) ધોતિયું (25) બોલથી પડિલેહવું.

ખમાસમણ ઇરિયા0 પડિ0 ખમા0 ઇચ્છકારી ભગવન પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી (વડીલનું વસ્ત્ર (ખેસ) પડિલેહે)

ખમા0 ઇચ્છા0 ઉપધિ મુહપત્તિ પડિલેહું ? ઇચ્છં કહી બાકીની ઉપધિ પડિલેહવી પછી દંડાસણ લઇ ઇરિયા0 પડિ0 એક જણ કાજો લે અને પછી કાજો ઉદ્ધરી યથાયોગ્ય સ્થાને અણુજાણહ જસ્સુગહો  કહી પરઠવો પછી ત્રણ વાર વોસિરે  કહેવું કાજો લેનારે ઇરિયા0 કરી ગમણા ગમણે કરવું.

સાંજના પડિલેહણની વિધિ

  • ખમા0 ઇચ્છા0 સંદિ0 ભગ0 બહુપડિપુન્ના પોરિસિ ? ખમા0 ઇરિયા0 પડિ0 ખમા0 ઇચ્છા0 પડિલેહણ કરૂં ? ઇચ્છં ખમા0 ઇચ્છા0 પોસહ શાળા પ્રમાર્જું ? ઇચ્છં કહી ઉપવાસ વાળાએ મુહપત્તિ, ચરવળો, કટાસણું અને વાપર્યું હોય તેના પાંચ વાના પડિલેહવા.
  • ખમા0 ઇરિયા0 પડિ0 ખમા0 ઇચ્છકારી ભગવન પસાય કરી પડિલેહણા પડિલેહવા.
  • ખમા0 ઇચ્છા0 ઉપધિ મુહપત્તિ પડિલેહું ? ઇચ્છં ખમા0 ઇચ્છા 0 સજઝાય કરૂં ? ઇચ્છં કરી 1 નવકાર ગણી મન્હંજિણાણં સજ્ઝાય કહેવી, વાપર્યું હોય તો વાંદણા આપી ખમા0 ઇચ્છકારી ભગવન પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ દેશોજી કહી પાણહાર નું પચ્ચક્ખાણ કરવું.
  • ખમા0 ઇચ્છા0 ઉપધિ સંદિસાહું ? ઇચ્છં કહી ખમા0 ઇચ્છા0 ઉપધિ પડિલેહું ? ઇચ્છં કહી બાકીના વસ્ત્ર પડિલેહવા પછી કાજો લઇ શુદ્ધ કરી પરઠવવો તે પછી દેવવંદન કરવા.

દેવવંદનની વિધિ

  • પ્રથમ ઇરિયાવહિયં પડિક્કમવાથી માંડીને યાવત્ લોગસ્સ કહી ઉત્તરાસણ નાખી, ચૈત્યવંદન, નમુત્થુણં કહી, જયવીયરાય આભવમખંડા સુધી કહેવા
  • પછી બીજું ચૈત્યવંદન કહી, નમુત્થુણં કહી, અરિહંત ચેઇયાણં, અન્નત્થ કહી એક નવકારનો કાઉસ્સગ્ગ ને નમોડર્હત્ અને એક થોય પછી લોગસ્સ, સવ્વલોએ, અન્નત્થ, કાઉસ્સગ્ગ કરી બીજી થોય કહેવી.
  • પુક્ખવરદી સુઅસ્સ, અન્નત્થ, કાઉસ્સગ્ગ અને ત્રીજી થોય કહેવી.
  • સિદ્ધાણં, વેયાવચ્ચ, અન્નત્થ તથા એક નવકારનો કાઉસ્સગ્ગ નમોડર્હત કહી ચોથી થોય કહેવી.
  • પછી નમુત્થુણં તથા જાવંતિ અને જાવંત કે વિ સાહૂ કહી, સ્તવન કહી અર્ધા જયવીયરાય – આભવમખંડા સુધી કહેવા.
  • પછી ચૈત્યવંદન કરી નમુત્થુણં કહી આખા જયવીયરાય કહેવા ત્યારપછી ખમાસમણ દઇ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન, સજ્ઝાય કરું ? ઇચ્છં કહી, નવકાર ગણી મન્નહ જિણાણં ની સજ્ઝાય કહેવી.
  • મધ્યાહ્યે તથા સાંજે દેવવાંદીએ ત્યારે સજ્ઝાય ન કહેવી.

પચ્ચક્ખાણ પારવાની વિધિ

  1. પ્રથમ ઇરિયાવહિયં0 પડિક્કમવા. પછી જગચિંતામણિનું ચૈત્યવંદન પૂરા જયવીયરાય સુધી કહેવું.
  2. પછી ખમાસમણ દઇ છચ્છાકારેણ સંદિસહ ભગવન સજ્ઝાય કરું કહી, નવકાર, મન્નહજિણાણં ની સજ્ઝાય કહી,
  3. ખમાસમણ દઇ મુહપત્તિ પડિલેહવી પછી ખમાસમણ દઇ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન પચ્ચક્ખાણ પારું ? યથાશક્તિ કહી, ખમાસમણ દઇ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન પચ્ચક્ખાણ પાર્યું ? તહત્તિ એમ કહી, જમણો હાથ કટાસણા કે ચરવળા ઉપર સ્થાપી એક નવકાર ગણી પચ્ચક્ખાણ કર્યું હોય તે, કહીને પારવું. તે આ પ્રમાણે –

ઉગ્ગએ સૂરે નમુક્કારસહિઅં, પોરિસિં, સાડ્ઢપોરિસિં, મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાણ કર્યું ચઉવ્વિહાર, આયંબિલ, નીવિ, એકાસણું, બિયાસણું, પચ્ચક્ખાણ કર્યું તિવિહાર પચ્ચક્ખાણ, ફસિઅં, પાલિઅં, સોહિઅં, તિરિઅં, કિટ્ટિઅં, આરાહિઅં, જં ચ ન આરાહિઅં તસ્સ મિચ્છામિ દુક્કડં.

પૌષધ પારવાની વિધિ

  • દિવસના પોસહવાળાએ સાંજે પ્રતિક્રમણ પછી સમય થાય ત્યારે ખમાસમણ દઇ ઇરિયાવહિયં પડિક્કમામિ ચઉક્કસાય થી જયવીયરાય પર્યંત કહેવું.
  • ખમાસમણ દઇ ઇચ્છા0 સંદિ0 ભગ0 મુહપત્તિ પડિલેહું ? ઇચ્છં કહી મુહપત્તિ પહિલેહવી.
  • ખમાસમણ દઇ ઇચ્છા0 સંદિ0 ભગ0 પોસહ પારું ? યથાશક્તિ.
  • ખમાસમણ દઇ ઇચ્છા0 સંદિ0 ભગ0 પોસહપાર્યો, તહત્તિ કહી ચરવળા ઉપર જમણો હાથ સ્થાપી એક નવકાર ગણી પોસહ પારવાનું સૂત્ર બોલવું.
  • ખમાસમણ દઇ ઇચ્છા0 સંદિ0 ભગ0 મુહપત્તિ પડિલેહું ? ઇચ્છં કહી મુહપત્તિ પહિલેહી.
  • ખમાસમણ દઇ ઇચ્છા0 સામાયિક પારું ? યથાશક્તિ.
  • ખમાસમણ દઇ ઇચ્છા0 સામાયિક પાર્યું. તહત્તિ કહી ચરવળા ઉપર જમણો હાથ સ્થાપી નવકાર ગણી સામાઇયવયજુત્તો કહેવો.
  • રાત્રિ પોસહ વાળાએ પ્રતિક્રમણ પછી 1 પ્રહર રાત્રિ વિત્યા બાદ સંથારા પોરિસિ ભણાવવી.
  • તે પછી જ સંથારે શયન કરે (જગ્યા પૂંજીને) પાછલી રાત્રિએ જાગીને નવકાર ગણી માત્રાની શંકા હોય તો ટાળીને રાઇ પ્રતિક્રમણ કરે.
  • પછી સમય જતા પડિલેહણ – દેવવંદન કરે અને ઉપધિ છુટા ગૃહસ્થને ભળાવી સમય થતા પોસહ પારવાની વિધિ કરે.

24 માંડલાની વિધિ

  1. આઘાડે આસન્ને ઉચ્ચારે પાસવણે અણહિયાસે.
  2. આઘાડે આસન્ને પાસવણે અણહિયાસે
  3. આઘાડે મજ્ઝે ઉચ્ચારે પાસવણે અણહિયાસે.
  4. આઘાડે મજ્ઝે પાસવણે અણહિયાસે
  5. આઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અણહિયાસે.
  6. આઘાડે દૂરે પાસવણે અણહિયાસે.
  7. આઘાડે આસન્ને ઉચ્ચારે પાસવણે અહિયાસે.
  8. આઘાડે આસન્ને પાસવણે અહિયાસે
  9. આઘાડે મજ્ઝે ઉચ્ચારે પાસવણે અહિયાસે.
  10. આઘાડે મજ્ઝે પાસવણે અહિયાસે
  11. આઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અહિયાસે.
  12. આઘાડે દૂરે પાસવણે અહિયાસે.
  13. અણાઘાડે આસન્ને ઉચ્ચારે પાસવણે અણહિયાસે.
  14. અણાઘાડે આસન્ને પાસવણે અણહિયાસે
  15. અણાઘાડે મજ્ઝે ઉચ્ચારે પાસવણે અણહિયાસે.
  16. અણાઘાડે મજ્ઝે પાસવણે અણહિયાસે
  17. અણાઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અણહિયાસે.
  18. અણાઘાડે દૂરે પાસવણે અણહિયાસે.
  19. અણાઘાડે આસન્ને ઉચ્ચારે પાસવણે અહિયાસે.
  20. અણાઘાડે આસન્ને પાસવણે અહિયાસે
  21. અણાઘાડે મજ્ઝે ઉચ્ચારે પાસવણે અહિયાસે.
  22. અણાઘાડે મજ્ઝે પાસવણે અહિયાસે
  23. અણાઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અહિયાસે.
  24. અણાઘાડે દૂરે પાસવણે અહિયાસે.

પૌષધના અઢાર દોષ

  1. પૌષધમાં પૌષધ વિનાના બીજા શ્રાવકે લાવેલ આહાર પાણી વાપરવા.
  2. પૌષધ નિમિતે સરસ આહાર લાવે.
  3. ઉત્તર પારણાને દિવસે વિવિધ પ્રકારની સામગ્રી મેળવવી.
  4. પૌષધમાં અથવા પૌષધ નિમિતે આગલે દિવસે દેહ વિભૂષા કરવી.
  5. પૌષધ નિમિતે વસ્ત્ર ધોવરાવવા.
  6. પૌષધ નિમિતે આભૂષણ ચડાવવા અને પૌષધમાં આભૂષણ પહેરવા.
  7. પૌષધ નિમિતે વસ્ત્ર રંગાવવા.
  8. પૌષધમાં શરીર ઉપરથી મેલ ઉતારવો.
  9. પૌષધમાં અકાળે શયન કરવું, નિદ્રા લેવી (રાત્રિને બીજે પ્રહારે સંથારા પોરિસી ભણાવીને નિદ્રા લેવી જોઇએ)
  10. પૌષધમાં સ્ત્રી સંબંધી સારી કે ખરાબ કથા કરવી.
  11. પૌષધમાં આહારને સારો કે ખરાબ કહેવો.
  12. પૌષધમાં સારી કે ખરાબ રાજકથા કે યુદ્ધકથા કરવી.
  13. પૌષધમાં દેશકથા કરવી,
  14. પૌષધમાં પુંજિયા- પડિલેહ્યા વિના લઘુનીતિ – વડીનીતિ પરઠવવી.
  15. પૌષધમાં કોઇની નિંદા કરવી.
  16. પૌષધમાં માતા, પિતા, પુત્ર , ભાઇ, સ્ત્રી વિગેરે સંબંધીને સાથે વાર્તાલાપ કરવો.
  17. પૌષધમાં ચોર સંબંધી વાર્તા કરવી.
  18. પૌષધમાં સ્ત્રીના અંગોપાંગ નિરખીને જોવા.

પૌષધ પારવાનું સૂત્ર

સાગર – ચંદો – કામો, ચંદવડિંસો, સુદંસણો ધન્નો ; જેસિં પોસહ – પડિમા, અખંડિઆ જીવિઅંતે વિ.

ધન્ના સલાહણિજ્જા, સુલસા, આણંદ – કામદેવા ય ; જાસ પસંસઇ ભયવં, દ્ઢવ્વયત્તં મહાવીરો.

  • પોસહ વિધિએ લીધો, વિધિએ પાર્યો, વિધિ કરતાં જે કોઇ અવિધિ હુઇ હોય તે સવિ હું મન, વયન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
  • પોસહના અઢાર દોષ માંહે જે કોઇ દોષ લાગ્યો હોય, તે સવિ હું મન – વચન – કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.

By admin

Leave a Reply