1. પ્રથમ દેવસિઅ પ્રતિક્રમણમાં વંદિતુ કહીએ ત્યાં સુધી સર્વ કહેવું પણ ચૈત્યવંદન સકલાર્હત્ નું કહેવું અને થોય સ્નાતસ્યાની કહેવી, પછી એક ખમાસમણ દેવું.
2. પછી દેવસિઅ આલોઇઅ પડિક્કંતા ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ ! પક્ખિ મુહપત્તિ પડિલેહું ? ઇચ્છં કહી મુહપત્તિ પડીલેહવી પછી બે વાંદણા દેવા.
3. પછી ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ સંબુદ્ધા ખામણેણં અબ્ભુટ્ઠિઓમિ અબ્ભિંતર પક્ખિઅં ખામેઉં ? ઇચ્છં ખામેમિ પક્ખિઅં, એક પક્ખસ્સ પનરસ રાઇ દિયાણં, જંકિંચિ અપત્તિયં, પરપત્તિયં કહેવું.
4. પછી ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ પક્ખિઅં આલોઉં ? ઇચ્છં, આલોએમિ જો મે પક્ખિઓ અઇઆરો કઓ કહેવું.
5. પછી ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ પક્ખિ અતિચાર આલોઉં ? ઇચ્છં, એમ કહી પક્ખિ અતિચાર સંપૂર્ણ કહેવા.
6. પછી સવ્વસ્સવિ પક્ખિઅ દુચ્ચિંતિઅ, દુબ્ભાસિઅ, દુચ્ચિટ્ઠિઅ, ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ ઇચ્છં, તસ્સ મિચ્છામિ દુક્કડં એમ કહેવું.
7. પછી ઇચ્છકારી ભગવન્ ! પસાય કરી પક્ખિ તપ પસાય કરશોજી, ચઉત્થેણં એક ઉપવાસ, બે આયંબિલ, ત્રણ નીવિ, ચાર એકાસણાં, આઠ બિયાસણાં, બે હજાર સજ્ઝાય યથાશક્તિ તપ કરી પહોંચાડશો.
8. પછી પ્રવેશ કર્યો હોય તો ‘પઇટ્ઠિઓ’ કહીએ અને કરવો હોય તો ‘તહત્તિ’ કહીએ તથા ન કરવો હોય તો મૌન રહેવું.
9. પછી બે વાંદણાં દઇ, ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ પત્તેઅ ખામણેણં અબ્ભુટ્ઠિઓમિ અબ્ભિંતર પક્ખિઅં ખામેઉં ? ઇચ્છં, ખામેમિ પક્ખિઅં, એક પક્ખસ્સ પનરસ રાઇ દિયાણં જંકિંચિ અપત્તિઅં કહી બે વાંદણા દેવા. પછી શ્રી સકલ સંઘને મિચ્છામિ દુક્કડમ્ કહેવું.
10. પછી દેવસિઅ આલોઇઅ પડિક્કંતા ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ પક્ખિઅં પડિક્કમામિ ? સમ્મં પડિક્કમામિ, એમ કહેવું.
11. કરેમિ ભંતે, ઇચ્છામિ પડિક્કમીઉં જો મે પક્ખિઓ કહી પછી
12. ખમાસમણ દઇ, ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ પક્ખિસૂત્ર પઢું ? ઇચ્છં કહી ત્રણ નવકાર ગણી સાધુ ભગવંત હોય તો પક્ખિસૂત્ર કહે અને સાધુ ભગવંત ન હોય તો શ્રાવકે વંદિત્તુ કહેવું પછી સુઅદેવયાની થોય કહેવી.
13. પછી નીચે બેસી જમણો ઢીંચણ ઊભો રાખી, એક નવકાર ગણી, કરેમિભંતે, ઇચ્છામિ પડિક્કમિઉં કહી વંદિત્તુ કહેવું, પછી
14. કરેમિ ભંતે, ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગં જો મે પક્ખિઓ, તસ્સ ઉત્તરી, અન્નત્થ કહી બાર લોગસ્સ ચંદેસુ નિમ્મલયરા સુધી ન આવડે તો અડતાલીસ નવકારનો કાઉસ્સગ્ગ કરવો.
15. પારીને પ્રગટ લોગસ્સ કહી, મુહપત્તિ પડિલેહીને, બે વાંદણા દેવા, પછી ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ સમત્તખાણેણં અબ્ભુટ્ઠિઓમિ અબ્ભિંતર પક્ખિઅં ખામેઉં ? ઇચ્છં, ખામેમિ પક્ખિઅં, એક પક્ખસ્સ પનરસ રાઇદિયાણં જંકિંચિ અપત્તિઅં, કહેવું.
16. પછી ખમાસમણ દઇને ઇચ્છાકારેણ પક્ખિ ખામણાં ખામું ? ઇચ્છં કહી ચાર ખામણાં ખામવાં.
17. પછી દેવસિઅ પ્રતિક્રમણમાં વંદિત્તુ કહ્યા પછી બે વાંદણાં દઇએ ત્યાંથી તે સામાયિક પારીએ ત્યાં સુધી સર્વ દેવસિઅની પેઠે જાણવું, પણ સુઅદેવયા તથા જીસે ખિત્તેની થોયને બદલે જ્ઞાનાદિ તથા યસ્યાઃ ક્ષેત્રંની થોયો કહેવી.
18. સ્તવન અજિતશાંતિનું કહેવું. સજ્ઝાયને બદલે નવકાર, ઉવસ્સગ્ગહરં તથા સંસારદાવાનલની ચાર થોયો કહેવી અને લઘુશાંતિને બદલે મોટી શાંતિ કહેવી. પછી છેલ્લે સંતિકરં કહેવું.
19. પછી દેવસિઅ પ્રતિક્રમણની વિધિ પ્રમાણે સામાયિક પારવું.