એક મનોરથ એવો છે, વેષ શ્રમણનો લેવો છે,
પ્રભુ ચરણોમાં રહેવું છે, સંયમ મારે લેવો છે,
અંતરની એક પ્યાસ છે, સંયમની અભિલાષ છે….(1)
ભવભ્રમણા દૂર ટળજો રે, પંથ પ્રભુનો મળજો રે,
અરજી એ અવધારજો, સંયમ જીવન આપજો,
જાગ્યા છે એવા અરમાન, શ્રમણ ધર્મનું દેજો દાન….(2)
ભવોભવનો હું પ્યાસી છું, સંયમનો અભિલાષી છું,
સાદ મારો સાંભળજો રે, મારગ તારો મળજો રે,
વીર પ્રભુનો અંશ મળે, ગુરુ ગૌતમનો વંશ મળે…..(3)
Also Read : તપસ્વી પ્યારા, તપસ્વી મારા
સંયમ મારે લેવો છે, ભવથી પાર ઉતરવું છે,
રોમરોમથી પ્રગટે નાદ, સંયમના દો આશીર્વાદ,
એક ઝંખના જાગી છે, સંયમની ભિક્ષા માંગી છે…(4)
કરુણા કરજો ઓ કિરતાર, સંયમ દેજો જગદાધાર,
ઉરના આસન ખાલી છે, દીક્ષા મુજને વ્હાલી છે,
વરસોથી મીટ માંડું છું, સંયમ ભિક્ષા માંગું છું,
એક મનોરથ એવો છે, વેશ શ્રમણનો લેવો છે…..(5)