Guruvandan Vidhi - ગુરુવંદનની વિધિ

5 min read
Guruvandan Vidhi - ગુરુવંદનની વિધિ
  1. સૌ પ્રથમ બે હાથ જોડી બે ખમાસમણ દેવું

ખમાસમણઃ ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિયાએ, મત્થએણં વંદામિ..!

  1. પછી ઊભા થઇ ઇચ્છકાર સૂત્ર બોલવું..

If you want to listen click below :

ઇચ્છકાર ! સુહ - રાઇ ? ( સુહ - દેવસિ ?) સુખ - તપ ? શરીર - નિરાબાધ ? સુખ - સંજમ - જાત્રા નિર્વહો છો જી ? સ્વામી ! શાતા છે જી ! ભાત - પાણી નો લાભ દેશો જી..

  1. પછી હાથ જોડી જો પદસ્થ એટલે આચાર્ય ભગવંત આદિ પદસ્થ હોય તો એક ખમાસમણ આપવું અને અબ્ભુટ્ઠિઓ બોલવું. પદવીધર ન હોય તો સીધો અબ્ભુટ્ઠિઓ બોલવું.

અબ્ભુટ્ઠિઓ સૂત્રઃ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ અબ્ભુટ્ઠિઓ મિ અબ્ભિંતર દેવસિઅં ( રાઇઅં) ખામેઉં ? ઇચ્છં ખામેમિ દેવસિઅં. (રાઇઅં)

જંકિંચિ અપત્તિઅં, પરપત્તિઅં, ભત્તે, પાણે, વિણએ, વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતરભાસાએ, ઉવરિભાસાએ જંકિંચિ મજ્ઝ વિણય - પરિહીણં, સુહુમં વા બાયરં વા તુબ્ભે જાણહ, અહં ન જાણામિ, તસ્સ મિચ્છામિ દુક્કડં.

  1. પછી એક ખમાસમણ આપવું. શાતા પૂછવી.

નવપદની ઓળીની વિધિ

Related Posts