Importance of Nav Smaran - જૈન શાસનમાં નવ સ્મરણોનું મહત્વઃ
-
જૈન શાસનમાં નવ સ્મરણોનું મહાત્મય અધિકાધિક ગણાયું છે. જ્ઞાની ભગવંતોએ તેને ‘સુપર પાવર ટોનિક’ નું નામ આપેલ છે.
-
આ ‘નવ સ્મરણો’ માં આવતા સ્મરણ / સ્તોત્રો વિષે સહુ પ્રથમ દ્રષ્ટિપાત કરીએ.
-
સુપર ટોનીકના પ્રભાવ / પાવરઃ જૈન શાસનના આ પ્રગટ પ્રભાવી એવા નવ સ્મરણોના પ્રત્યેક પ્રભાવ વિષે આગળ જોઇએ.
1 શ્રી નવકાર મહામંત્રઃ
-
જ્ઞાની ભગવંતોએ આ મંત્રને શાશ્વતો બતાવ્યો છે.
-
જિનશાસનના તમામ મહાત્મા (અરિહંત, સિધ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતો) ઓને ભાવપૂર્ણ રીતે વંદના કરવામાં આવેલ છે.
-
આ મંત્રના એક એક શબ્દ પ્રગટ પ્રભાવી હોઇ તેના શ્રવણ માત્રથી અનેકાનેક જીવો ભવ્ય શાતા અને સદગતિને પામ્યાના દાખલા ઓ મોજુદ છે.
-
આ મહા મંગલકારી મંત્રના કિર્તન અને આરાધનાએ અનેક આત્માના માટે કલ્યાણકારી બનીને તેઓના આત્માને કલ્યાણ પ્રદાન કરેલ છે અને વાસ્તવિક ફળથી વાંછિત બનેલ છે.
-
અને તેથી જ આ મહામંત્રને જૈન ધર્મનો પ્રાણ કહેવાય છે.
If you want to listen click below :
2. શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રઃ
-
આ સ્તોત્રમાં 23 મા તીર્થંકર શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવાનની સ્તવના કરવામાં આવેલ છે.
-
ભગવાન મહાવીરની પાટના 14 પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીજી આ સ્તોત્રના રચયિતા છે.
-
આ સ્તોત્ર એવું તો ચમત્કારિક અને પ્રભાવી છે કે, તેનું વર્ણન કરવાની સમર્થતા ઇન્દ્રમાં પણ નથી.
-
આ સ્તોત્રના નિત્ય પઠન અને શ્રવણથી તમામ પ્રકારના ભયનું નિવારણ થાય છે તથા મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.
If you want to listen click below :
3. શ્રી સંતિકરમ્ સ્તોત્રઃ
-
નવ સ્મરણનું આ ત્રીજું સ્તોત્ર તપાગચ્છ નાયક શ્રીમદ્ મુનિસુંદરસ્વામીએ રચેલ છે, જેમાં જૈન શાસનના તમામ દેવ દેવીઓ, વિદ્યાધરો, યક્ષયક્ષિણીઓનો બખુબી ઉલ્લેખ થયેલ છે.
-
જેની 14મી ગાથાનું વર્ણન મહાપ્રભાવી દર્શાવેલ છે.
-
પૂર્વમાં થયેલા અનેક પ્રકારની આધિ, વ્યાધી અને ઉપાધિઓનો નાશ કરવા તથા સકલ જીવોની અનંત શાતા અને કલ્યાણ માટે આ સ્તોત્રની રચના કરવામાં આવેલ હતી.
-
આ સ્તોત્રનું ત્રિકાળ સ્મરણ કરવાથી સર્વ વ્યાધિઓના નાશ સાથે સુલભ બોધીપણાની પ્રાપ્તિ થાય છે.
If you want to listen click below :
4. શ્રી તિજયપહુત્ત સ્તોત્રઃ
-
પૂર્વમાં શ્રી સંઘમાં વ્યંતરો દ્વારા થયેલા ભયંકર ઉપદ્રવોના શમન અને નિવારણ માટે આ સ્તોત્રની રચના શાસનના પરમ ઉપકારી શ્રીમદ્ માનદેવસૂરિએ કરેલ હતી.
-
આ સ્તોત્રમાં ઉત્કૃષ્ટ 170 તીર્થંકર પરમાત્માઓની અનન્ય સ્તુતિ કરવામાં આવેલ છે.
-
આજે પણ આ સ્તોત્ર અનેક પ્રકારના ઉપદ્રવના નિવારણ માટે ખૂબ જ અસરકારક અને ફળદાયી સિધ્ધ થયેલ છે.
If you want to listen click below :
5. શ્રી નમિઉણ સ્તોત્રઃ
-
આ મહા ચમત્કારિક, ભયનાશક અને મહાન સ્તોત્રના રચયિતા બૃહદગચ્છીય આચાર્ય ભગવંત શ્રીમદ્ માનતુંગસૂરિ છે.
-
આ સ્તોત્રમાં 23 મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુની વંદના કરાયેલ છે.
-
આ સ્તોત્રના પ્રભાવથી તમામ પ્રકારના ઉપદ્રવો અને ભયનું નિવારણ થતું હોઇ આ સ્તોત્રને ‘ભયહરમ્ સ્તોત્ર’ પણ કહેવાય છે.
-
આ સ્તોત્રના સ્મરણ અને આરાધનાથી દીર્ઘકાલીન સુખથી મનોહર મોક્ષની પ્રાપ્તિ થાય છે.
If you want to listen click below :
6. અજિતશાંતિ સ્તોત્રઃ
-
આ સ્તોત્રની રચના માટે બે મત છે.
-
તેના રચયિતા શ્રી નંદીષેણસૂરિ છે.
-
જેઓ એક મત અનુસાર ભગવાન મહાવીરના શાસનના હોવાનું મનાય છે, તો અન્ય મતે ભગવાન નેમિનાથના શિષ્ય હોવાનું પણ મનાય છે.
-
આ સ્તોત્રની રચના શ્રી સિદ્ધાયલ શેત્રુંજય તીર્થ પર થયેલ હોવાનો ઉલ્લેખ છે.
-
શ્રી શેત્રુંજય તીર્થ ઉપર આ ભગવાનનાં દેહરાં સામસામાં હતા, પણ આ સ્તવન પ્રથમ વખત બોલાતી વખતે તે એક હારમાં આવી ગયા.
-
આ સ્તોત્રની એક એક ગાથામાં ક્રમશઃ શાંતિનાથ અને અજિતનાથ પ્રભુની સ્તવના કરવામાં આવેલ છે.
-
પ્રાકૃત ભાષાના આ કર્ણપ્રિય સ્તોત્રમાં વિવિધ રાગ અને છન્દોથી પ્રત્યેક ગાથામાં પ્રભુનું અનુપમ વર્ણન થયેલ છે.
-
આ સ્તોત્રના શ્રવણથી રોગ અને શત્રુના ઉપદ્રવોનું શમન થાય છે.
-
વર્તમાનમાં આ સ્તોત્રનું પાક્ષિક (પક્ખી), ચોમાસી અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં શ્રવણ થાય છે.
If you want to listen click below :
7. ભક્તામર સ્તોત્રઃ
-
આ સ્તોત્ર વર્તમાનમાં અતિ લોકપ્રિય અને તમામ સ્થળોએ સાંભળવા મળે છે.
-
સમગ્ર સ્તોત્રની રચના ‘વસંતતિલકા’ રાગમાં હોઇ તે કર્ણપ્રિય હવા ઉપરાંત લોકભોગ્ય પણ છે.
-
આ સ્તોત્રના કર્તા આચાર્ય શ્રી માન્તુંગસૂરિએ પ્રત્યેક ગાથામાં ભગવાન આદિનાથના અલંકારિક ભાષામાં શોભા, આભના અને પ્રભાવને વિશિષ્ટરીતે વર્ણવેલ છે.
-
આ આચાર્ય મહારાજને જ્યારે કોઇ રાજાએ (શ્રી હર્ષ રાજાએ) તેમની શક્તિ પરીક્ષા માટે 48 બેડીઓ પહેરાવી હતી, ત્યારે આ આચાર્ય મહારાજ જેમ જેમ શ્લોકો રચતા ગયા તેમ તેમ તે બેડીઓ તુટતી ગઇ.
-
આથી જૈન ધર્મની ઉન્નતી થઇ અને રાજા જૈન ધર્મમાં પ્રીતિ વાળો થયો.
-
આ સ્તોત્ર ચમત્કારિક અને પ્રભાવશાળી હોઇ પાપ રુપી અંધકારનો નાશ કરનાર પણ છે.
If you want to listen click below :
8. કલ્યાણ મંદિર સ્તોત્રઃ
-
શ્રીમદ્ સિધ્ધસેન દિવાકરસૂરિએ રચેલું આ શ્રી પાર્શ્વનાથ સ્તોત્ર (સ્તવન) છે.
-
શ્રી ઉજ્જયિની નગરીમાં મહાકાળ નામના જૈન મંદિરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા હતી, જેને બ્રાહ્મણોએ શિવલિંગ પધરાવી ઢાંકી દીધી હતી.
-
બાદ આ સ્તોત્ર રચ્યું તેનો 11મો શ્લોક રચતાં તે લિંગ ફાટ્યું અને પ્રતિમાજી પ્રગટ થયાં.
-
અને ભણવાથી સર્વ પ્રકારનાં વિધ્નો નાશ પામે છે અને સુખ મળે છે.
If you want to listen click below :
9. બૃહદ શાંતિ સ્તોત્રઃ
-
સુપર ટોનિક સમા ‘નવ સ્મરણ’ માં સહુથી છેલ્લા ક્રમે પ્રકાશવા આવતું આ અદ્ભુત સ્તોત્ર છે.
-
સામાન્યપણે આ સ્તોત્ર ‘મોટી શાંતિ’ ના નામે જાણીતું છે.
-
ભગવાન જન્મે છે ત્યારે તેમને મેરુપર્વત ઉપર ન્હવરાવવા ઇન્દ્રો અને દેવતાઓ લઇ જાય છે.
-
ત્યાં તેમને ન્હવરાવ્યાં પછી તેઓ શાંતિપાઠ બોલે છે.
-
આની અંદર અનેક જીવોની અનેક પ્રકારે શાંતિ ઇચ્છવામાં આવી છે.
-
આને શ્રી નેમિનાથ પ્રભુની માતા શિવાદેવીએ દેવીપણામાં રચેલી છે તેમ કહેવાય છે.
-
દરેક ધાર્મિક અનુષ્ઠાનોમાં તથા સકલ સંઘની શાંતિ માટે આ સ્તોત્રનો ઉપયોગ અવારનવાર અને બહુઘા થાય છે.
-
આ સ્તોત્રનું પાક્ષિક (પક્ખી) , ચોમાસી અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં પણ શ્રવણ થાય છે.
If you want to listen click below :
આ તમામ નવ સ્તોત્રો જૈન શાસનના સર્વોત્તમ બહુમુલ્ય અને ચમત્કારિક સ્તોત્રો છે. જે પુણ્ય રુપી શરીરનું ઉત્પન્ન કરનારા છે. આત્માની ઉન્નતી અને પાવન કરનારા આ સ્તોત્રો મોક્ષગામી પણ છે.

Bapji Maharaj Pradakshina na Duha (બાપજી મહારાજ ની પ્રદક્ષિણાના દુહા)
Bapji Maharaj Pradakshina na Duha (બાપજી મહારાજ ની પ્રદક્ષિણાના દુહા)

Shri Siddhisuriswarji Maharaja na Sattavisa (bapji maharaj sattavisa)
Shri Siddhisuriswarji Maharaja na Sattavisa (bapji maharaj sattavisa)

Kallan Kandam Sutra - પાંચ જિનની થોય (કલ્લાણ કંદં સૂત્ર)
Kallan Kandam Sutra - પાંચ જિનની થોય (કલ્લાણ કંદં સૂત્ર)