Janani Ni Jod Sakhi - જનની ની જોડ સખી
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનની ની જોડ સખી ! નહી જડે રે લોલ
પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ
જગથી જૂદેરી એની જાત રે
જનની ની જોડ સખી…
If you want to listen click below :
અમી ની ભરેલ એની આંખડી રે લોલ
વ્હાલનાં ભરેલાં એના વેણ રે
જનની ની જોડ સખી…
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ
હૈયું હેમંત કેરી હેલ રે
જનની ની જોડ સખી…
દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ
શશીએ સિંચેલ એની સોડ્ય રે
જનની ની જોડ સખી…
Also Read: એક મનોરથ એવો છે…
જગનો આધાર એની આંગળી રે લોલ
કાળજામાં કૈંક ભર્યા કોડ રે
જનની ની જોડ સખી…
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ
પળના બાંધેલ એના પ્રાણ રે
જનની ની જોડ સખી…
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ
લેતા ખૂટે ન એની લહાણ રે
જનની ની જોડ સખી…
ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ
અચળા અચૂક એક માય રે
જનની ની જોડ સખી…
Also Read: તપસ્વી પ્યારા, તપસ્વી મારા
ગંગાના નીર તો વધે ઘટે રે લોલ
સરખો એ પ્રેમનો પ્રવાહ રે
જનની ની જોડ સખી…
વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ
માડીનો મેઘ બારે માસ રે
જનની ની જોડ સખી
ચળતી ચાંદની દીસે ચાંદની રે લોલ
એનો નહિ આથમે ઉજાસ રે
જનની ની જોડ સખી નહિ જડે રે લોલ…

Bapji Maharaj Pradakshina na Duha (બાપજી મહારાજ ની પ્રદક્ષિણાના દુહા)
Bapji Maharaj Pradakshina na Duha (બાપજી મહારાજ ની પ્રદક્ષિણાના દુહા)

