Jin Shashan Geet - જિનશાસન ગીત..

5 min read
Jin Shashan Geet - જિનશાસન ગીત..

ગાજે રે ગાજે.. ગાજે રે ગાજે…

મારા વીરનું શાસન ગાજે, મહાવીરનું શાસન ગાજે,

મારા વીરનું શાસન ગાજે, મહાવીરનું શાસન ગાજે…

આ દુષમ કાળની કાળ રાત્રિમાં જય જયકાર મચાવે,

મહાવીરનું શાસન ગાજે…(2) ગાજે રે ગાજે (2 વાર)

If you want to listen click below :

પાવનકારી તીર્થભૂમિઓ, જિનબિંબોને જિનાલયો.. ( 2વાર)

સોહે જગમાં પુણ્યભુમિઓ, જિનાગમો વળી ઉપાશ્રયો.. (2 વાર)

આ દુષમકાળની કાળ રાત્રિમાં… ગાજે રે ગાજે…

જિનશાસનની રક્ષા કરતાં, આચાર્યો સંઘ ઘોરી છે.. (2 વાર)

મુનિગણ માતા પ્રવચન ત્રાતા, ઉપાધ્યાય ઉપકારી છે… (2 વાર)

આ દુષમકાળની કાળ રાત્રિમાં… ગાજે રે ગાજે…

જ્ઞાન-ધ્યાનમાં મસ્ત મુનિઓ, મોહરણે ટંકાર કરે.. (2 વાર)

વિરતી સંગી - શાસન રંગી, જિનભક્તો જય જયકાર કરે.. (2 વાર)

આ દુષમકાળની કાળ રાત્રિમાં… ગાજે રે ગાજે…

Tapasvi Pyara

Related Posts