Nav Ang Puja na Duha - નવ અંગ પૂજાના દુહા

5 min read
Nav Ang Puja na Duha - નવ અંગ પૂજાના દુહા

***1. અંગૂઠેઃ ***

જળ ભરી સંપુટ પત્રમાં, યુગલિક નમ પૂજંત ;

ઋષભ ચરણ અંગૂઠડે, દાયક ભવ જલ અંત.

2. ઘૂંટણેઃ

જાનુ બળે કાઉસ્સગ્ગ રહ્યા, વિચર્યા દેશ- વિદેશ;

ખડાં ખડાં કેવલ રહ્યું, પૂજો જાનુ નરેશ.

3. કાંડેઃ

લોકાંતિક વચને કરી, વરસ્યા વરસી- દાન;

કરકાંડે પ્રભુ પૂજના, પૂજો ભવિ બહુમાન.

If you want to listen click below :

4. ખભેઃ

માન ગયું દોય અંશથી, દેખી વીર્ય અનંત;

ભુજા - બળે ભવ જલ તર્યા, પૂજો ખંધ મહંત.

5. મસ્તકેઃ

સિદ્ધશિલા ગુણ ઉજળી, લોકાંતે ભગવંત;

વસિયા તેણે કારણ ભવિ !, શિર -શિખા પૂજંત.

6. કપાળેઃ

તીર્થંકર - પદ પુણ્યથી, ત્રિભુવન - જન સેવંત;

ત્રિભુવન - તિલક સમા પ્રભુ, ભાલ તિલક જયવંત.

7. ગળેઃ

સોળ પ્રહર પ્રભુ દેશના, કંઠે વિવર વર્તુળ;

મધુર ધ્વનિ સુર નર સુણે, તિણે ગળે તિલક અમૂલ.

8. હ્રદયેઃ

હ્રદય - કમલ ઉપશમ બળે, બાળ્યા રાગ ને રોષ;

હિમ દહે વન - ખંડને, હ્રદય તિલક સંતોષ.

9. નાભિએઃ

રત્નત્રયી ગુણ ઉજળી, સકળ સુગુણ વિશ્રામ;

નાભિ કમળની પૂજના, કરતાં અવિચલ ધામ.

ઉપદેશક નવતત્વના, તિણે નવ અંગ જિણંદ;

પૂજો બહુવિધ રાગશું, કહે શુભવીર મુણીંદ.

અષ્ટપ્રકારી પૂજા દુહા

Related Posts