Siddhachal Darbar - સિદ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે..
સિદ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે,
રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે ।
આજ અનંતા સિદ્ધોનો અહેસાન લાગે છે,
શાશ્વતા સુખના અહી સમ્માન લાગે છે ।
સિદ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે…
કેવો એનો ઠાઠ છે ને કેવો છે રુઆબ,
શત્રુંજય ના બાગનું શ્રી ઋષભ જી ગુલાબ ।
ફૂલોના ઝૂલામાં કોઇ મહેમાન લાગે છે (2)
રાજા ઋષભ દેવ મહેરબાન લાગે છે (2)
સિદ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે…
If you want to listen click below :
કોઇ જે ના આપે એ તો સઘળું આપે છે,
મારા ઋષભ જી તો મારું ધ્યાન રાખે છે ।
એના હ્દય કરુણાનું મહાગાન લાગે છે (2)
રાજા ઋષભ દેવ મહેરબાન લાગે છે (2)
સિદ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે…
જુઓ ગગનનો સંગ કરે છે ગર્વો ગિરિરાજ,
ધરતી ને આકાશ પર છે ઋષભ જી નો રાજ ।
ભારતની ભૂમિનું આ વરદાન લાગેેે છે (2)
સિદ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે (2)
રાજા ઋષભ દેવ મહેરબાન લાગે છે…
**રોજ સવારે આંખો જુવે સૂર્યોદયને સંગ, **
ઋષભ જી ની ગુણકીર્તિનો ઉછાળ તો ઉમંગ ।
તીર્થનું આ તીર્થ આલીશાન લાગે છે (2)
સિદ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે (2)
રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે..
રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે…

Bapji Maharaj Pradakshina na Duha (બાપજી મહારાજ ની પ્રદક્ષિણાના દુહા)
Bapji Maharaj Pradakshina na Duha (બાપજી મહારાજ ની પ્રદક્ષિણાના દુહા)

