પરમાત્માથી રંગાશે મારો આત્મા,
પરમાત્મા બની જાશે મારો આત્મા…
થાશે પ્રભુનું મિલન વાતવાતમાં,
પરમાત્મા બની જાશે મારો આત્મા…
આતમ ને પરમાતમનો સંગ જડ્યો છે રાજ..
હરખ હરખ મન હરખ હરખમાં ઝૂમી રહ્યું છે આજ..
મારું હ્રદય પ્રભુ તારું મંદિર છે,
તું હ્રદય વસે એ મારી તકદીર છે,
કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં,
પરમાત્મા બની જાશે મારો આત્મા…
તારા અંજનની, કેવી શુભ પળ હશે,
તારા પ્રાણ થકી મૂર્તિ જીવંત થશે,
રાજપ્રિય બની જાશે તું એક જ રાતમાં,
પરમાત્મા બની જાશે મારો આત્મા…
પરમાત્માથી રંગાશે મારો આત્મા,
પરમાત્મા બની જાશે મારો આત્મા…
થાશે પ્રભુનું મિલન વાતવાતમાં,
પરમાત્મા બની જાશે મારો આત્મા…