Prabhu Tamara Pagle - પ્રભુ તમારા પગલે પગલે...
પ્રભુ તમારા પગલે પગલે પા પા પગલી માંડી છે,
હવે તો અક્ષર પાડો હરિવર, મારી કોરી પાટી છે,
પ્રભુ તમારા પગલે પગલે પા પા પગલી માંડી છે
If you want to listen click below :
બાળક છું મને ખબર ક્યાં શું છે સાચું જીવન?
પડી જાઉં ના ક્યાંય પ્રભુ (2) કરો રોમ રોમ સંજીવન,
સિંચન કરજો મારા કણ-કણમાં, મારી સુક્કી માટી છે…
પ્રભુ તમારા પગલે પગલે પા પા પગલી માંડી છે…
બાળક પકડે માઁ ની આંગળી, એમ હું ઝાલું છું તમને,
વર્ષા રાણી ભરે સરોવર (2) એમ ભરી દો અમને,
અમે અમારી હથેળીઓમાં મિલનની રેખા આંકી છે..
પ્રભુ તમારા પગલે પગલે પા પા પગલી માંડી છે…

Bapji Maharaj Pradakshina na Duha (બાપજી મહારાજ ની પ્રદક્ષિણાના દુહા)
Bapji Maharaj Pradakshina na Duha (બાપજી મહારાજ ની પ્રદક્ષિણાના દુહા)
7/12/2025 5 min read