Rath No Rankar - આ તો મારા પ્રભુજીના રથનો રણકાર...
આ તો મારા પ્રભુજીના રથનો રણકાર, રથનો રણકાર…
આવો રણકાર બીજે કયાંય નથી સાંભળ્યો…
રુમઝુમ રુમઝુમ, રુમઝુમ રુમઝુમ…
If you want to listen click below :
ધીમો ધીમો ચાલતો ને મીઠો મીઠો લાગતો,
રણઝણતી ઘુઘરીનો ઘેરો ચમકાર, ઘેરો ચમકાર…
આવો ધમકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો
રુમઝુમ રુમઝુમ, રુમઝુમ રુમઝુમ…
ગલી ગલી ઘુમતો ને શોભા વધારતો,
ભાવિકો શ્રધ્ધાથી કરતા જયકાર, કરતા જયકાર…
એવો જયકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો
રુમઝુમ રુમઝુમ, રુમઝુમ રુમઝુમ…
ઉડી ઉડી ફૂલડાં ને અબીલ ગુલાલ છો,
માનવ મહેરામણ નો આનંદ અપાર, આનંદ અપાર…
આવો કલશોર બીજે ક્યાંય નથી સાંભળ્યો,
રુમઝુમ રુમઝુમ, રુમઝુમ રુમઝુમ…

Bapji Maharaj Pradakshina na Duha (બાપજી મહારાજ ની પ્રદક્ષિણાના દુહા)
Bapji Maharaj Pradakshina na Duha (બાપજી મહારાજ ની પ્રદક્ષિણાના દુહા)
7/12/2025 5 min read

