ઋષભજી બોલાવે છે, એના સપના આવે છે
જે એના થઇ જાય છે, એના એ થઇ જાય છે.
ઋષભજી બોલાવે છે..
સપનામાં એથી વાતો થાય, આંખ ખુલે ત્યાં સૌ પહેલા દેખાય,
હોઠ ને હૈયું એના ગીતો ગાય, એના નામ – સ્મરણથી બધું થાય,
એ આવશે.. કોઇપણ રીતે…
એની યાદમાં.. રાતો વીતે..
અધરાતે હરખાવે છે ને મધરાતે મલકાવે છે..
ઋષભજી બોલાવે છે…
એનો એક ભરોસો સાચો થાય, એની પાસે હૈયું આ ખૂલાય,
આમ જુઓ તો દૂર રહે ક્યાંય, આમ તો જાણે સાવ નજીક કહેવાય,
એ ત્યાં રહે.. હું અહીં રહું,
તો પણ સુણે… હું જે કહું…
પછી એક ઇશારે આવે છે ને હળવેથી સમજાવે છે…
ઋષભજી બોલાવે છે…
દાદા એના આંગણ બેસાડે, સાંજ સવાર, રાત અને દાઢે,
મુ્શ્કેલીમાં માર્ગ દેખાડે, હાથ ઝાલીને મંદિર પહોંચાડે,
પગલું મૂકું.. રસ્તો જડે…
રસ્તે ચડું.. મંજિલ મળે..
ગિરિરાજના દર્શન પાવે છે એ પુણ્ય ઉદય પ્રગટાવે છે..
ઋષભજી બોલાવે છે..