(રાગઃ હે શંખેશ્વર સ્વામી)
હે શાસન દેવી માં, તમે શાસનદેવી માં
તપસ્વીને આંગણે પધારો (2 વાર) શાતા આપો માં
હે શાસન દેવી માં….
અવસરે અવસરે આવીને માં રક્ષા કરજો માં (2 વાર)
રાતદિવસ એ ઝંખે (2 વાર) દર્શન દેજો માં..
હે શાસન દેવી માં….
ધૂપ જલાવું દીપ જલાવું આંગી રચાવું માં (2 વાર)
થાળ ભરીને લાવું (2 વાર) મોતીડે વધાવું માં
હે શાસન દેવી માં….
ઘર ઘર આવી તપસ્યા ઉજાળો શાતા આપો માં (2 વાર)
આવીને શાસન દીપાવો (2 વાર) પ્રેમે પધારો માં
હે શાસન દેવી માં….
તોરણ બંધાવું સાથિયા પુરાવું દીપ જલાવું માં ( 2 વાર)
કુમકુમ પગલે પધારો (2 વાર) આશિષ દેજો માં
હે શાસન દેવી માં…
સોના રુપાના ફૂલડે વધાવું શ્રીફળ ચડાવું માં (2 વાર)
સંઘ ના બધા ભકતો (2 વાર) દર્શન ઝંખે માં
હે શાસન દેવી માં…