Shree Gautam Swamiji No Chhand - શ્રી ગૌતમ સ્વામીજી નો છંદ
વીર જિનેશ્વર કેરો શિષ્ય,
ગૌતમ નામ જપો નિશદિન ;
જો કીજે ગૌતમનું ધ્યાન,
તો ઘર વિલસે નવે નિધાન… 1
વીર જિનેશ્વર…
ગૌતમ નામે ગિરિવર ચઢે,
મન વાંછિત હેલા સંપજે ;
ગૌતમ નામે નાવો રોગ,
ગૌતમ નામે સર્વ સંયોગ…2
વીર જિનેશ્વર…
If you want to listen click below :
જે વૈરી વીરુઆ વંકડા,
તસ નામે નાવે ઢુંકડા ;
ભૂત પ્રેત નવી મંડે પ્રાણ,
તે ગૌતમ ના કરું વખાણ…3
વીર જિનેશ્વર…
ગૌતમ નામે નિર્મળ કાય,
ગૌતમ નામે વાધે આય ;
ગૌતમ જિન શાસન શણગાર,
ગૌતમ નામે જયજયકાર…4
વીર જિનેશ્વર…
શાળ દાળ સુરહા ઘૃત ગોલ,
મનવાંછિત કાપડ તંબોલ ;
ઘરસુઘરની નિર્મળ ચિત્ત,
ગૌતમ નામ પુત્ર વિનીત… 5
વીર જિનેશ્વર…
ગૌતમ ઉદયો અવિચલ ભાણ,
ગૌતમ નામ જપો જગ જાણ ;
મોટા મંદિર મેરુ સમાન,
ગૌતમ નામે સફળ વિહાણ…6
વીર જિનેશ્વર…
ઘર મયગલ ઘોડાની જોડ,
વારું પહોંચે વાંછિત કોડ ;
મહીયલ મને મોટા રાય,
જો તુઠે ગૌતમ ના પાય…7
વીર જિનેશ્વર…
ગૌતમ પ્રણમ્યાં પાતક ટળે,
ઉત્તમ નરની સંગત મળે ;
ગૌતમ નામે નિર્મળ જ્ઞાન,
ગૌતમ નામે સફળ વાધે વાન…8
વીર જિનેશ્વર…
પુણ્ય વંત અવધારો સહુ,
ગુરુ ગૌતમ ના ગુણ છે બહુ ;
કહે લાવણ્ય સમય કરજોડ,
ગૌતમ ત્રુઠે સંપત્તિ ક્રોડ…9
વીર જિનેશ્વર…

Bapji Maharaj Pradakshina na Duha (બાપજી મહારાજ ની પ્રદક્ષિણાના દુહા)
Bapji Maharaj Pradakshina na Duha (બાપજી મહારાજ ની પ્રદક્ષિણાના દુહા)

