Taru Dharyu Badhu Thay Chhe..! (તારું ધાર્યું બધું થાય છે)

5 min read
Taru Dharyu Badhu Thay Chhe..! (તારું ધાર્યું બધું થાય છે)

તારું ધાર્યું બધું થાય છે

મને આજે એ સમજાય છે.

ના હું કોઇ નો ગર્વ લઉં

તારા વિશ્વાસે જીવાય છે..

હું શાને કહું કે આ મુજથી થયું,

તારી કરુણા છે અનહદ ને ફળ મે લહ્યું,

મારા મનમાં પ્રભુ કોઇ શુભ ભાવના,

તે જગાવી છે ત્યારે આ સઘળું થયું,

તારા નામે બધુ થાય છે

લોકો મારા ગુણો ગાય છે..

ના હું કોઇ નો ગર્વ લઉં

તારા વિશ્વાસે જીવાય છે..

If you want to listen click below :

હું સફળ થાઉં તો તારી કૃપા

તારા આશીષ પ્રગટ છે છતાયે છુપા

હું છકી ના જાઉં એ ખબર રાખજે,

કોઇ પણ રીતે સંભાળી લે સતરુપા

તારી કરુણા તો છલકાય છે,

આંખ ભીની મારી થાય છે,

ના હું કોઇ નો ગર્વ લઉં

તારા વિશ્વાસે જીવાય છે..

મારું હૈયું પ્રભુ કરે ચિંતા ઘણી

તમે સમજાવો એને હો ચિંતામણી

વિતેલો સમય જેવો ગયો

હવે રાખો ઉદય ને તમારો ગણી

મારું અણગમતું કઇં થાય છે

એમા મારું ભલું થાય છે

ના હું કોઇ નો ગર્વ લઉં

તારા વિશ્વાસે જીવાય છે..

જિનશાસન ગીત

તારો સથવારો

Related Posts