ઉંચા અંબર થી, આવો ને પ્રભુજી (2)
દર્શન કરવાને તરસે આંખડી, હો હો.. (2)
રુમઝુમ રુમઝુમ આવો હો પ્રભુજી,
રાહ જોઇ મેં રાતડી, હો હો
દર્શન કરવાને તરસે આંખડી, હો હો..
હો સૂરજ ને ચન્દ્રમા ના દીવા પ્રગટાવ્યાં,
ટમટમતા તારલાને મારગ બિછાવ્યાં,
ઊભો અધિર હું તો, જોઉં રે વાટલડી (2)…..
દર્શન કરવાને તરસે આંખડી, હો હો…
આવો ને નયનોમાંથી, અમીરસ વરસાવજો,
કાપોને કર્મો મારા, ભક્તિ સ્વીકારજો,
મુખલડું જોવા હું તો, થયો ઉતાવળો.. (2)…..
દર્શન કરવાને તરસે આંખડી, હો હો….
મસ્તક અમારું તારા, ચરણોમાં ધરતાં,
આતુર તુમ સંગ કરતા તા તલડી
ચાલ્યાં પ્રભુજી તમે, આવી રે દિવાળી. (2)…
દર્શન કરવાને તરસે આંખડી, હો હો….
ઉંચા અંબર થી, આવો ને પ્રભુજી (2)
દર્શન કરવાને તરસે આંખડી, હો હો.. (2)