(રાગઃ મેરા જીવન કોરા કાગજ)
ઉંચા ઉંચા શેત્રુંજયના શિખરો સોહાય,
વચ્ચે મારા દાદા કેરા દેરા ઝગમગ થાય,
ઉંચા ઉંચા શેત્રુંજયના શિખરો સોહાય….
દાદા તારી યાત્રા કરવા, મારું મન લલચાય (2)
તળેટી એ શિશ નમાવી, ચઢવા લાગું પાય, (2)
પાવન ગિરીને (2) સ્પર્શ થાતા, પાપો દૂર પલાય,
ઉંચા ઉંચા શેત્રુંજયના શિખરો સોહાય….
લીલી ઝાડીઓમાં (2) , પંખી કરે કલશોર, (2)
સોપાન ચઢતા ચઢતા જાણે, હૈયું અષાઢી મોર, (2)
કાંકરે કાંકરે (2) સિદ્ધાનંતા , લળી લળી લાગું પાય,
ઉંચા ઉંચા શેત્રુંજયના શિખરો સોહાય..
Also Read: શ્રી રત્નાકર પચ્ચીસી
પહેલી આવી રામપોળને (2) બીજી વાઘણપોળ (2)
શાંતિનાથના દર્શન કરતા, પહોંચ્યા હાથી પોળ (2)
સામે મારા (2) દાદા કેરા, દરબાર દેખાય…
ઉંચા ઉંચા શેત્રુંજયના શિખરો સોહાય..
દોડી દોડી આવું દાદા તારા (2), દર્શન કરવા આજ (2)
ભાવ ભરેલી ભક્તિ કરીને, સારું આતમ કાજ (2)
મરુદેવાના (2) નંદન નીરખી, જીવન પાવન થાય..
ઉંચા ઉંચા શેત્રુંજયના શિખરો સોહાય..
ક્ષમા ભાવે ઓમકાર પદનો (2) નિત્ય કરીશ હું જાપ (2)
દાદા તારા ગુણલા ગાતા, કાપીશ ભવના પાપ (2)
પદ્મવિજયને (2) હૈયું આજે, આનંદ ઉભરાય…
ઉંચા ઉંચા શેત્રુંજયના શિખરો સોહાય..